GovernmentNEWS

બલવંતસિંહ રાજપૂતની જાહેરાત: સરકાર તરફથી મળતા પગાર-ભથ્થાં નહિં લે, અન્ય ધારાસભ્યો માટે પ્રેરણાદાયક ઉદાહરણ

Balwantsinh Rajput's announcement: not taking government allowances, an inspiring example for other MLAs

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા અનેક ધારાસભ્યો અરબપતિ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે, શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળીને પોતાને મળતા પગાર- ભથ્થાં સરકારમાં પરત જમા કરતો પત્ર મુખ્યમંત્રી સુપરત કરતા જાહેરાત કરી છે કે, તેઓ સરકાર તરફથી મળી રહેલા પગાર -ભથ્થાં કે અન્ય કોઈપણ નાણાંકીય લાભ નહી લે.

ઉલ્લેખનીય છે કે, બલવંતસિંહ રાજપૂત જ્યારે ગુજરાત સરકારના જીઆઈડીસીના ચેરમેન હતા ત્યારે પણ તેમને મળતાં પગાર કે ભથ્થાં લીધા ન હતા. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉત્તર ગુજરાતની સિદ્ધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને તેઓએ સિદ્ધપુર બેઠક પરથી વિજતા દરમિયાન જાહેરાત કરી હતી કે, હું સરકારનો પગાર કે ભથ્થાં નહી લઉં જેનો અમલ કર્યો છે.  

નોંધનીય છે કે, બલવંતસિંહ રાજપૂત પોતે એક મોટા ઉદ્યોગપતિ છે તેઓ ગોકુલ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન-મેનેજિંગ ડીરેક્ટર છે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close