InfrastructureNEWS
મહારાષ્ટ્રમાં રેલવે ફૂટ બ્રિજનો ભાગ ધરાશાયી: 60 ફૂટની ઊંચાઈએથી લોકો રેલવે ટ્રેક પર પડ્યા, 20 ઘાયલ, 8 ગંભીર
Part of railway foot bridge collapses in Maharashtra: People fall on railway tracks from height of 60 feet, 20 injured, 8 seriously.
મહારાષ્ટ્રમાં રેલવે ફૂટ બ્રિજનો ભાગ ધરાશાયી: 60 ફૂટની ઊંચાઈએથી લોકો રેલવે ટ્રેક પર પડ્યા, 20 ઘાયલ, 8 ગંભીર
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ તૂટી ગયો છે. બ્રિજની ઊંચાઈ 60 ફૂટ હતી અને ઘટના સમયે લોકો તેમાંથી પસાર થઈ રહ્યા હતા. બ્રિજનો ભાગ તૂટી પડતા લોકો 60 ફૂટ ઊંચાઈથી રેલવેના પાટા પર પડ્યા. અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા છે. તેમાં આઠ લોકોની હાલત ગંભીર છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, બલ્લારશાહ સ્ટેશન પર કાઝીપેટ-પુણે એક્સપ્રેસમાં ચઢવા માટે ઘણા મુસાફરો પ્લેટફોર્મ નંબર એકથી પ્લેટફોર્મ નંબર ચાર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અચાનક પુલની વચ્ચેના સ્લેબનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે ત્યાંથી પસાર થતા મુસાફરો પાટા પર પડી ગયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments