વડાપ્રધાન મોદી કાલે- સૂર્ય મંદિરથી પ્રખ્યાત મોઢેરાને, દેશનું પ્રથમ 24/7 સોલાર સંચાલિત ગામ જાહેર કરશે.
Gujarat’s Modhera to Be India’s First Solar Powered Village
દેશના જાણીતું સૂર્ય મંદિર જ્યાં આવેલું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વતન જિલ્લો મહેસાણાના મોઢેરા ગામને ભારતનું પ્રથમ રાઉન્ડ-ધ-ક્લોક સૌર ઊર્જા સંચાલિત ગામ આવતીકાલે- રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કરશે.
નોંધનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસમાં, આ સોલાર પ્રોજેક્ટ પર 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યાં ઘરો પર 1,300 1-kV કરતાં વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ્સ ઈન્સ્ટોલ કરવામાં આવી છે, જેનાથી રહેવાસીઓના વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મોઢેરા સૂર્ય મંદિરના સંકુલની વીજળીની જરૂરિયાતોને પણ સૌર ઉર્જા પર ખસેડવામાં આવી છે. સરકારે આ પ્રોજેક્ટ માટે 12 હેક્ટર જમીન ફાળવી છે. સૂર્ય મંદિરમાં હેરિટેજ લાઈટિંગ અને 3D પ્રોજેક્શન સૌર ઊર્જાનો ઉપયોગ કરશે. 3D પ્રોજેક્શન, જે સાંજે કાર્યરત થશે, મુલાકાતીઓને મોઢેરાના ઈતિહાસ વિશે શિક્ષિત કરશે
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments