26 સપ્ટેમ્બર-સામેવારે ભાડજ સર્કલ ફ્લાયઓવર બ્રિજનું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે લોકાર્પણ
Union Home Minister Amit Shah will inaugurate the Bhadaj Circle Flyover Bridge on September 26-Monday.
સાયન્સ સિટી અને ભાડજમાં રહેતા તમામ લોકો માટે એક સારા સમાચાર છે. 26 સપ્ટેમ્બરે એટલે કે સોમવારે, ભાડજ સર્કલ પર નિર્માણ પામેલા ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ થશે. સરદાર પટેલ રીંગ રોડ પર અને સાયન્સ સિટીને અડીને આવેલા ભાડજ સર્કલ પરનો ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે થશે. જે દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી કમિટીના ચેરમેન હિતેશ બારોટ, અરવિંદ પટેલ, ઔડા અને કોર્પોરેશનના અધિકારીઓ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
અંદાજિત 73 કરોડના ખર્ચે નિર્માણ પામેલો ભાડજ ફ્લાય ઓવર બ્રિજની લંબાઈ 1 કિલોમીટર છે. બ્રિજના બંને છેડાની એપ્રોચ લંબાઈ શિલજ તરફ 310 મીટર છે અને બોપલ તરફ 270 મીટર છે. આ બ્રિજ ફોર લેનની પહોળાઈ ધરાવે છે. આ બ્રિજની બંને બાજુ સર્વિસ રોડ આપવામાં આવ્યા છે, આ બ્રિજનું નિર્માણ Reinforced Earth Wall( RE Wall) ટેકનિકથી બનાવવામાં આવી છે.
ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની રાકેશ કન્સ્ટ્રક્શન કંપનીએ ભાડજ સર્કલ ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કર્યુ છે. બ્રિજનું નિર્માણકાર્ય શ્રેષ્ઠ કન્સ્ટ્રક્શન ક્વોલિટી સાથે સમયમર્યાદામાં સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments