CementHousingInfrastructureNEWSPRODUCTS

અદાણી ગ્રુપે સિમેન્ટ સેક્ટરમાં કર્યો પ્રવેશ, અંબુજા અને ACCને હસ્તગત કરી

Adani Group acquires Ambuja and ACC to become India’s second-largest cement maker

એશિયાના સૌથી ધનવાન એવા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ, કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ સેક્ટરનો મહત્વનો હિસ્સો ગણાતો એવા સિમેન્ટ ઉત્પાદન વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે.

અદાણી ગ્રૂપે અંબુજા અને ACCને હસ્તગત કરીને, ભારતની બીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની બની છે. જૂથે અંબુજા સિમેન્ટ્સમાં સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત હોલ્સિમનો 63.1% હિસ્સો અને ACC લિમિટેડમાં 54.5% હિસ્સો હસ્તગત કર્યો હતો. અદાણી ગ્રૂપ શુક્રવારે અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડના એક્વિઝિશનને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ દેશની બીજી સૌથી મોટી સિમેન્ટ કંપની બની ગયું છે. આ પ્રસંગે ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, 2050માં ભારત સિમેન્ટ ઉદ્યોગમાં વિશ્વના અન્ય દેશોમાં સૌથી આગળ હશે.

મિડીયા અહેવાલના જણાવ્યાનુસાર, અલ્ટ્રાટેક સિમેન્ટ રુપિયા 1.87 લાખ કરોડથી વધુના માર્કેટ વેલ્યૂએશન સાથે સૌથી મોટી પ્લેયર છે. નોંધનીય છેકે, ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીએ આ બંને સિમેન્ટ કંપનીને સંભાળશે. હાલ કરણ અદાણી આ બંને કંપનીમાં નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે નિમણૂંક થઈ છે.

અંબુજા અને ACC ભારતની બે મુખ્ય સિમેન્ટ બ્રાન્ડ્સ
અંબુજા અને ACC ભારતમાં બે અગ્રણી સિમેન્ટ બ્રાન્ડ્સ છે. હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 69.5 મેટ્રિક ટન છે.આ બંને કંપનીઓના ઉત્પાદન અને અંતરિયાળ ક્ષેત્રો સુધી પથરાયેલી એક વિશાળ સપ્લાય ચેઈન છે. તેમના 14 સંકલિત એકમો, 16 ગ્રાઇન્ડિંગ યુનિટ્સ, 79 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ અને સમગ્ર ભારતમાં 78,000થી વધુ ચેનલ ભાગીદારો દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close