Civil EngineeringCivil TechnologyHousingInfrastructureNEWS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશભરના એન્જિનીયર્સને સિવિલ એન્જિનિયર્સ ડેની પાઠવી શુભેચ્છાઓ.

PM Modi wishes civil engineers across the country on Civil Engineers Day.

આજે સિવીલ એન્જિનિયર્સ માટે “I am an Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના મહાન સિવિલ એન્જિનિયર અને ભારત રત્ન એવા એમ.વિશ્વેશ્વરાયનો જન્મ દિવસ છે. તેમના માનમાં ભારત દેશ સિવિલ એન્જનીયર્સ દિવસની ઉજવણી કરે છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ટ્ટીવર હેન્ડલ પર ભારતભરના તમામ એન્જિનીયર્સને અન્જિનીયર્સ ડેની શુભેચ્છાઓ પાઠવતાં, જણાવ્યું હતું કે, ભારતમાં અનેક એન્જિનીયર્સ માર્વેલ બન્યા છે. જેમ કે, ગુજરાતના પાટણમાં આવેલી રાણીની વાવને યાદ કરતાં વડાપ્રધાન મોદીએ સિવિલ એન્જિનીયરીંગ મહત્વ સમજાવ્યું હતું. વધુમાં કચ્છમાં નિર્માણ કરવામાં આવેલા ભૂંગાની એન્જિનીયરીંગ અંગે વાત કરી હતી.

આજે એન્જિનીયર્સ ડેના માનમાં અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે સિવિલ એન્જિનીયરિંગ અને સિવિલ એન્જિનીયર્સના મહત્વ અંગે એક સેમિનારનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ શહેરમાંથી સિવિલ એન્જનીયર્સ અને સિવિલ એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

નોંધનીય છે કે, 15 સપ્ટેમ્બરના રોજ ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયના જન્મદિવસને ભારતમાં એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. સર એમ વિશ્વેશ્વરૈયાએ એન્જિનિયરિંગ અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આધુનિક ભારતના ડેમ, જળાશયો અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર મહાન રાષ્ટ્ર-નિર્માતાઓમાં તેમની ગણના થાય છે. સર એમ વિશ્વેશ્વરાયે કર્ણાટકના કૃષ્ણ રાજા સાગર ડેમ અને હૈદરાબાદની પૂર સંરક્ષણ પ્રણાલી સહિત મુખ્ય ઈજનેર તરીકે અનેક સ્થાપત્ય અજાયબીઓના બાંધકામની દેખરેખ રાખી હતી.

એન્જિનિયર્સ ડેનો ઈતિહાસ: 1968માં, ભારત સરકારે સર એમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિને એન્જિનિયર્સ ડે તરીકે જાહેર કરી. ત્યારથી, આ દિવસ આધુનિક અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે યોગદાન આપનાર અને હજુ પણ કરતા હોય તેવા તમામ એન્જિનિયરોને સન્માનિત કરવા અને સ્વીકારવા માટે ઉજવવામાં આવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા  

Show More

Related Articles

Back to top button
Close