ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણ માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર મળશે અને રાજ્યમાં તાઇવાનની ફોક્સકોન અને વેદાંતા ચીપનું સંયુક્તપણે નિર્માણ કરશે. સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં આ દેશનું સૌથી મોટું રોકાણ છે.
ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું
તાજેતરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણીએ જાહેર કરેલી ડેડીકેટેડ ‘સેમી કન્ડક્ટર પોલિસી’ની સફળતા આ એમ.ઓ.યુ.થી સાકાર થશે. ગુજરાત વડાપ્રધાનના નેતૃત્વમાં પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમી કન્ડક્ટર પોલિસી સાથે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત કરાયું છે.
ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને રાજ્ય સરકારના સહયોગની ખાતરી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ છે તથા દેશ વિદેશના રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. રાજ્ય સરકારના હંમેશા સહકાર આપશે
સમગ્ર દેશને ટેકનોલોજી ક્ષેત્રે લાભ મળશે
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે સેમિકન્ડકટરની અગત્યતા વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, ટેકનોલોજીના યુગમાં સેમિ કન્ડકટર ચીપ્સ એ વિશ્વની સૌથી મોંઘી અને અત્યંત જરૂરી પાર્ટસમાંની એક છે. આ માટે છેલ્લાં ઘણા વર્ષોથી અમેરિકા, ચીન અને તાઈવાન વચ્ચે સ્પર્ધા યોજાઈ છે પરંતુ તાઈવાન ક્ષેત્રે મોનોપોલી ધરાવે છે. તાઈવાનના ફોક્સકોન ગ્રુપે ગુજરાત સરકાર સાથે આજે સેમિ કન્ડકટર બનાવવા MOU કર્યાં છે. જેનો માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને ટેકનોલોજી ક્ષેત્રે લાભ મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
13 Comments