સુરતમાં 5.89 કરોડના ખર્ચે 5500 ચો.મી.માં નિર્માણ પામશે ખેલ કુંડ, આખું વર્ષ યુરોપના જેવી વોટર સ્પોર્ટ્સ સહિત થશે પ્રવૃતિઓ
Khel Kund will be constructed in Surat at a cost of 5.89 crores in 5500 sq.m., water sports like European activities will be held throughout the year.
સુરતમાં 2018થી તાપી નદીમાં ગણેશજી સહિત કોઈ પણ દેવી-દેવતાની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ છે. અત્યાર સુધી અહીં ગણેશ વિસર્જન માટે મ્યુનિ. દર વર્ષે કૃત્રિમ તળાવ બનાવતી રહી છે. આ પાછળ દર વર્ષે રુપિયા બે કરોડથી વધુનો ખર્ચ થતો હોય છે. આવામાં આ ખર્ચની બચત કરી આવક ઉભી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવાના પાયલોટ પ્રોજેક્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે. સુરતના સિસ્ટર કન્ટ્રી નેધરલેન્ડની જેમ 5.89 કરોડના ખર્ચે 5500 ચોરસ મીટરમાં ખેલ-કુંડ બની રહ્યો છે. આ કુંડમાં ગણેશોત્સવ બાદ મૂર્તિઓનું વિસર્જન થશે અને બાકીના સમયમાં વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી થશે.
નેધરલેન્ડની મુલાકાત દરમિયાન કન્સેપ્ટ વિકસ્યો
સુરતના સિસ્ટર સિટી તરીકે નેધરલેન્ડના રોટર ડેમ શહેરને પસંદ કરવામાં આવ્યું હતું. 2019માં સુરતની પાલિકાની ટીમ નેધરલેન્ડના રોટર ડેમ ગઈ હતી અને ત્યાંના ખેલ-કુંડની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આ પ્રકારનો પ્રોજેક્ટ સુરતમાં પણ શરૂ કરવા માટેની ગતિવિધિ તે જ કરવામાં આવી હતી ત્યારે હાલ સુરતના સિંગણપુર વિસ્તારમાં ખેલ-કુંડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે જેમાં ગણેશ વિસર્જનને કાયમી સરનામું મળશે તો ત્યારબાદ વર્ષ દરમિયાન રમત ગમતથી લઈને અને એકવિધ પ્રવૃત્તિઓ પણ થઈ શકે અને પાલિકાને સારી એવી આવક પણ મળી રહે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
10 Comments