GovernmentHousingInfrastructureNEWS

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન, રાજ્યના વિકાસમાં આપ્યો હતો મોટો ફાળો

The first woman Chief Secretary of Gujarat Dr. Manjula Subramaniam passed away at the age of 74, contributed greatly to the development of the state

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ અને ગુજરાત રેરા ઓથોરીટીના પ્રથમ મહિલા ચેરપર્સન ડૉ. મંજુલા સુબ્રમણ્યમનું 74 વર્ષે નિધન થયું છે. તેમની પ્રામાણિકતા અને સ્પષ્ટવક્તા સ્વભાવ માટે મંજુલા મેડમ જાણીતા અને તેજસ્વી અધિકારી હતા. તેઓ ગુજરાત કેડરના 1972 બેંચના IAS ઓફિસર હતા. તેમનો જન્મ 1948માં થયો હતો.

ગુજરાત મેટ્રોરેલ પ્રોજેક્ટના એમડી પણ રહી ચૂક્યા હતા. આવા તમામ મોટા હોદ્દા પર રહીને ગુજરાતના વિકાસમાં તેમણે મોટો ફાળો આપ્યો હતો. સૂત્રો દ્વારા મળતી મુજબ, ડૉ. મંજુલા સુબ્રમણ્યમ છેલ્લા કેટલાક સમયથી લીવરની બિમારીથી પીડાતા હતા અને છેલ્લા એક અઠવાડિયાથી વધારે બીમાર હતા. જેથી આજે સાંજે 6 વાગે દેવલોક પામ્યા હતા.

નોંધનીય છે કે, 2019માં યોજાયેલા બિલ્ટ ઈન્ડિયાના એવોર્ડ કાર્યક્રમમાં ડૉ. મંજુલા સુબ્રમણ્યમ અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન તેઓએ રીયલ એસ્ટેટ અને રેરા અંગે ખૂબ જ વિસ્તારપૂર્વક વાતો કરી હતી. સાથે સાથે રેરા એક્ટ અંગે ડેવલપર્સને જાગૃત કર્યા હતા. તેમજ રીયલ એસ્ટેટ સેક્ટરમાં પડતી મુશ્કેલીઓ અંગે પર પ્રકાશ પાડ્યો હતો. જેથી બિલ્ટ ઈન્ડિયાના મેનેજિંગ એડિટર સહિત તેમની સમગ્ર ટીમ ડૉ. મંજુલા સુબ્રમણ્યને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close