GovtInfrastructureNEWSPROJECTS

જાણો: ક્યારથી શરુ થશે અમદાવાદ-મુંબઈ Vande Bharat Express Train ?

Know: When will Ahmedabad-Mumbai Vande Bharat Express Train start?

130 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર દોડીને વંદે ભારત એક્સપ્રેસે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો પોતાનો પ્રથમ ટ્રાયલ રન સફળતાપૂર્વક પુરો કરી લીધો છે. આ ટ્રેન શુક્રવારે સવારે અમદાવાદથી રવાના થઈ સાંજે પરત ફરી હતી. ઘણા સમયથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની સૌથી ઝડપી ગણાતી Vande Bharat Express શરુ થવાની છે તેવી અટકળો હતી. જેનો ટ્રેનની ટ્રાયલ રન સાથે આખરે અંત આવ્યો છે. તેવામાં હવે સૌને એ વાતનો ઈંતેજાર છે કે આ ટ્રેન શરુ ક્યારથી થશે અને તેનું ભાડું કેટલું હશે તેમજ તેમાં કેવી સવલતો મળશે?

ક્યારે દોડતી થશે ટ્રેન?
રેલવેના સૂત્રોનું માનીએ તો, વંદે ભારત એક્સપ્રેસના હજુ પણ કેટલાક ટ્રાયલ રન્સ લેવામાં આવશે, ત્યારબાદ ચીફ કમિશનર રેલવે સેફ્ટી દ્વારા તેને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ મળ્યા બાદ જ કોઈ ટ્રેન પેસેન્જર્સ માટે શરુ કરી શકાય છે. આ તમામ પ્રક્રિયા થોડા દિવસોમાં જ પુરી કરી લેવામાં આવશે. વંદે ભારતને દશેરા કે પછી દિવાળીના દિવસે શરુ કરવાનું રેલવેનું આયોજન છે. આમ, આગામી એકથી દોઢ મહિનાના ગાળામાં જ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઈ શકે છે.

અમદાવાદથી સવારે ઉપડશે કે પછી બપોરે?
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનોની વાત કરીએ તો સવારના ગાળામાં તેજસ એક્સપ્રેસ, ડબલ ડેકર તેમજ કર્ણાવતી એક્સપ્રેસ જેવી ટ્રેન ત્રણેક કલાકના ગાળામાં જ ઉપડે છે. જ્યારે મુંબઈથી વહેલી સવારે માત્ર શતાબ્દી એક્સપ્રેસ જ અમદાવાદ આવવા રવાના થાય છે. આમ, વંદે ભારત એક્સપ્રેસ સવારે અમદાવાદથી ઉપડે તેવી શક્યતા ઓછી છે, તેના બદલે તે સવારે મુંબઈથી ઉપડી બપોરે અમદાવાદ પહોંચી અહીંથી બપોરે કે સાંજે રવાના થઈ રાત સુધી મુંબઈ પહોંચાડે તેવી શક્યતા છે.

કેટલા કલાકમાં મુંબઈ પહોંચાડશે?
ટ્રાયલ રન દરમિયાન આ ટ્રેન માંડ પાંચેક કલાકના સમયમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી ગઈ હતી તેમજ પરત પણ આટલા જ સમયમાં પરત ફરી હતી. જોકે, પહેલા ટ્રાયલ રનમાં આ ટ્રેન એકેય સ્ટેશન પર નહોતી રોકાઈ. અત્યારસુધી વંદે ભારતનું શિડ્યૂલ તૈયાર નથી થયું, પરંતુ જો તેને પાંચ-છ કલાકમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર કાપવું હોય તો નાના સ્ટેશનો પર તેને હોલ્ટ આપવો શક્ય નથી. સૂત્રોનું માનીએ તો આ ટ્રેન કેટલાક હોલ્ટ સાથે છ કલાક જેટલા સમયમાં 491 કિમીનું અંતર કાપી શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close