GovernmentGovtInfrastructureNEWSPROJECTS

PM મોદીએ આજે INS Vikrantને દેશસેવા માટે સમર્પિત કર્યું, 53 એકરમાં ફેલાયેલો પાણી પર તરતો કિલ્લો છે વિક્રાંત

PM Modi today dedicated INS Vikrant to national service, Vikrant is a floating fort spread over 53 acres of water.

ભારતીય નેવીની તાકાત આજે ઘણી વધી ગઈ છે. INS વિક્રાંત નેવીમાં જોડાવાની સાથે ભારત હવે એલીટ ગ્રુપમાં પણ સામેલ થઈ ગયું છે. અમેરિકા સહિતના અમુક દેશો પાસે જ જે તાકાત હતી તેનું નિર્માણ હવે ભારતમાં પણ થયું છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે કોચીનથી તરતા કિલ્લા સમાન વિશાળ અદ્ભૂત ક્ષમતા ધરાવતા વોરશિપને દેશસેવા માટે સમર્પિત કર્યું છે.

ભારતે દુનિયા સામે વધુ એક વખત પોતાની ક્ષમતાને દર્શાવી છે. આમ થવાથી ભારત હવે એલીટ ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. આત્મનિર્ભર ભારતની વાત કરીએ કે પછી વોરશિપ બનાવવાની ભારતની ક્ષમતા અંગે વાત કરીએ તો આ એક શાનદાર અને ઊંચા ગજાની સિદ્ધી દેશે હાંસલ કરી છે. 1960થી આ સફરની શરુઆત થઈ હતી અને ભારતે પહેલી શિપ બનાવી હતી. તે સમયે કોલકાતાનું ગાર્ડન રીચ વર્ક્સ હતું. 1960માં તેણે ભારતીય નેવીને એક ડિફેન્સ બોટ હેન્ડઓવર કરી હતી, જેનું નામ INS અજય રાખવામાં આવ્યું હતું, તે 130 ટનની હતી જ્યારે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત ઈન્ડિયન નેવીને મળ્યું હતું.

એલીટ ક્લબમાં ભારતનો સમાવેશ થયો
INS વિક્રાંતનું સેવામાં આવવું ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વિક્રાંત સેવામાં આવતા ભારત હવે અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ જેવા દેશોના ગ્રુપમાં સામેલ થઈ ગયું છે કે જેની પાસે સ્વદેશી ડિઝાઈન કરવાનો વિમાન વાહક બનાવવાની ક્ષમતા છે. INS વિક્રાંતનું નિર્માણ ભારતમાં મુખ્ય ઔદ્યોગિક એકમોની સાથે 100થી વધુ લઘુ, કુટીર અને મધ્યમ સાહસ (MSMEs) દ્વારા આપૂર્તિ કરીને સ્વદેશી ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ કરીને તૈયાર કરાયું છે.

ભારતના સાહસ અંગે વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે કોચ્ચિના કોચીન શિપયાર્ડ લિમિટેડમાં INS વિક્રાંતને દેશસેવા માટે સમર્પિત કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, “કેરળનો સમુદ્ર તટ આખા ભારત માટે એક નવા ભવિષ્યના સૂર્યોદયનો સાક્ષી બની રહ્યો છે. INS વિક્રાંત પર થઈ રહેલા આયોજન વિશ્વ ક્ષિતિજ પર ભારતના બુલંદ થતા હોંસલાનો હુંકાર છે.”

તેમણે એ પણ કહ્યું કે, “INS વિક્રાતના દરેક ભાગની પોતાની અલગ ખુબી છે, એક તાકાત છે, તેની પોતાની એક વિકાસયાત્રા પણ છે. આ સ્વદેશી સામર્થ્ય, સ્વેદશી સંસાધન અને સ્વદેશી કૌશલ્યનું પ્રતિક છે. તેના એરબેઝમાં જે સ્ટીલ લાગેલું છે તે સ્ટીલ પણ સ્વદેશી છે.” મોદીએ કહ્યું, “અમૃતકાળના પ્રારંભમાં INS વિક્રાંતની કમીશનિંગ આગામી 25 વર્ષો સુધી રાષ્ટ્રની સુરક્ષાના આપણા મજબૂત સંકલ્પને દર્શાવે છે. INS વિક્રાંત આકાંક્ષાઓ અને આત્મનિર્ભર ભારતનું પ્રતિક છે.”

વિક્રાંતની સાથે ભારત પાસે સેવામાં રહેલા બે વિમાનવાહક જહાજ હશે, જે દેશની સમુદ્ર સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ વિશાળ દરિયામાં તરતા કિલ્લાની મદદથી ભારત સામે આંખ ઊંચી કરનારા દુશ્મન દેશો પણ કોઈ પગલું ભરતા પહેલા લાખવાર વિચાર કરવો પડશે.

INS વિક્રાંતમાં શું છે ખાસ?
જહાજમાં અલ્ટ્રા-મોર્ડન મેડિકલ ફેસિલિટી સાથે આખું મેડિકલ કેમ્પસ પણ છે. જેમાં મુખ્ય મોડ્યુલર ઓટી (ઓપરેશન થિયેટર), ઈમર્જન્સી મોડ્યુલર ઓટી, ફિઝિયોથેરેપી ક્લિનિક, ICU, લેબ, સીટી સ્કેન, એક્સ-રે મશીન, દાંતની સારવારની વ્યવસ્થા, આઈસોલેશન વોર્ડ અને ટેલીમેડિસિન જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સ્વદેશી જહાજ પર ઓછા વજનવાળા હેલિકોર્ટર (ALH) અને ફાઈટર પ્લેન (LCA) સિવાય મિગ-29 લડાકુ જેટ, કામોવ-31 અને MH-60 R સહિત 30 વિમાનોવાળી વિંગને સંચાલિત કરવાની ક્ષમતા ધરાવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close