આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે 8 મહાનગરપાલિકાઓને 50 કરોડ અપાશે
50 crore will be given to 8 Municipal Corporations for the development of outgrowth areas
આ રકમમાંથી પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે આંતરમાળખાકીય સુવિધાના કામ કરાશે
રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 50 કરોડની ફાળવણી કરી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ રકમની ફાળવણી કરવામાં આવી છે. તેમાં અમદાવાદને રૂ. 18.53 કરોડ, સુરતને રૂ. 15.12 કરોડ, વડોદરાને રૂ. 5.67 કરોડ, રાજકોટને રૂ. 4.48 કરોડ, ભાવનગરને રૂ. 2.09 કરોડ, જામનગરને રૂ. 1.98 કરોડ, જૂનાગઢને રૂ. 1.04 કરોડ અને ગાંધીનગરને રૂ. 1.07 કરોડની રકમનો સમાવેશ થાય છે.
રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોની જનસંખ્યા તથા આઉટગ્રોથ વિસ્તારની વસતિને ધ્યાનમાં રાખીને આ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની રકમમાંથી પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે આંતરમાળખાકીય સુવિધાના કામો હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે નાણા ફાળવણીની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજૂ કરવામાં આવી હતી.
રાજ્યની મહાનગરપાલિકાઓ માટે 549.92 કરોડ, નગરપાલિકાના હેતુ 87.58 કરોડ ફાળવી
મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 637.50 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમાં 2016-17થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. 549.92 કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. 87.58 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- નવગુજરાત સમય.
5 Comments