GovernmentGovtNEWSPROJECTS

PM મોદીના હસ્તે અમદાવાદમાં “અટલ” ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ થશે

"Atal" footover bridge will be inaugurated in Ahmedabad by PM Modi

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણના કાર્યોએ પણ રફ્તાર પકડી છે. જે અંતર્ગત અમદાવાદની ઓળખ બનેલા કૂટ ઓવર બ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે.

જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના મધ્યમાથી પસાર થતી સાબરમતી નદીના બન્ને કાંઠા મ્યૂનિસિપલ સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટની સુંદરતામાં વધારો કરવા માટે વહીવટી તંત્ર દ્વારા નદીના પૂર્વ કાંઠાને પશ્ચિમ કાંઠા સાથે જોડતો આકર્ષક કૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. જ્યાં તેઓ અમદાવાદ ખાતેના આ આઇકોનિક બ્રિજનું લોકાર્પણ કરવાના છે. રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઇનનો આ સૌ પ્રથમ બ્રિજ છે.

અમદાવાદીઓની આતુરતાનો અંત આવી ગયો છે અને વડાપ્રધાન મોદી 27 ઓગસ્ટે શહેરીજનોને આઇકોનિક બ્રિજની ભેટ આપવાના છે. આ બ્રિજને “અટલ” બ્રિજ નામ આપવામાં આવ્યું છે.

અટલ બ્રિજની ખાસિયત

અટલ બ્રિજ બનાવવા પાછળ રૂપિયા 74 કરોડનો ખર્ચ

300 મીટર બ્રિજની લંબાઈ

ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન

કલર ચેન્જ થઈ શકે તેવી ડાઇનેમિક LED લાઈટ

બ્રિજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ, બાકીના ભાગમાં ગ્રેનાઇટ ફ્લોરિંગ

સ્ટીલ સપોર્ટ કૂટ ઓવર બ્રિજ, 2600 મેટ્રિક ટન સ્ટીલનું વજન

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close