દાહોદમાં પી.સી. સ્નેહલ ગ્રુપ નિર્મિત ઈન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર બિલ્ડિંગને મળ્યું, IGBC ગ્રીન બિલ્ડિંગનું ગોલ્ડ રેટિંગ સર્ટિફિકેટ
P.C. Snehal Group-built Integrated Command Control Center building in Dahod gets IGBC Green Building Gold Rating Certificate
દાહોદ સ્માર્ટ સિટીમાં આવેલા ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર બિલ્ડિંગને ગ્રીન બિલ્ડિંગ સ્ટાન્ડર્ડ માટે ગોલ્ડ સર્ટિફિકેટ મળ્યું છે. ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ(IGBC) ગ્રીન બિલ્ડિંગ રેટિંગ સિસ્ટમ હેઠળ દેશભરમાં દાહોદમાં નિર્માણ પામેલી આઈસીસીસી બિલ્ડિંગને સન્માન પ્રાપ્ત થયું છે. નોંધનીય છે કે, દાહોદ આઈસીસીસી બિલ્ડિંગનું નિર્માણ ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પી. સી. સ્નેહલ ગ્રુપ દ્વારા કરાયું છે.
પી.સી. સ્નેહલ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર ચિરંજીવ પટેલના જણાવ્યાનુસાર, આઈસીસીસી દાહોદ, એ સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેઠળ ગોલ્ડ સર્ટિફેક્ટ મેળવનાર દેશનું પ્રથમ ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર બિલ્ડિંગ છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ 100 સ્માર્ટ સિટીમાં ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ગોલ્ડ સ્ટાન્ડર્ડ સન્માન મેળવનાર પણ આ પ્રથમ પ્રોજેક્ટ છે.
આ બિલ્ડિંગમાં વારલી કળા દર્શાવતા ટ્રાઈબલ મ્યુરલ પેઈન્ટીંગ્સ છે સાથે જ તે હીટ રીકવરી સિસ્ટમ, 6 ઈલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, વૉટર સેવિંગ સિસ્ટમ, રેઇન વૉટર હાર્વેસ્ટીંગથી પણ સજ્જ છે.
આઈસીસીસી દાહોદ બિલ્ડિંગની વિશિષ્ઠતાઓ
– STP(સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)
– આદિવાસી વિસ્તારની વારલી હસ્તકલાને દર્શાવતું આદિવાસી ભીંતચિત્ર
– એકીકૃત બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમ
– ગરમી પુનઃપ્રાપ્તિ સિસ્ટમ
– 3 PAC ના 2 કાર્યરત 1 સ્ટેન્ડબાય
– 6 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન
– વિન્ડો માટે લો – E ચશ્મા
– પાણી કાર્યક્ષમ ફિક્સર દ્વારા પાણીની બચત
– 4 પરકોલેશન કુવાઓ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ
– 61 KW સોલર પીવી સિસ્ટમ
-રિસાયકલ કરેલ સામગ્રીમાં સામગ્રી ખર્ચના આશરે 20%નો સમાવેશ થાય છે
કાર્યક્ષમ લાઇટિંગ અને HVAC સિસ્ટમ દ્વારા 17% ઊર્જા બચત
-એચવીએસી સિસ્ટમ્સ અને ફાયર સિસ્ટમ્સનું પાણી બાગકામ માટે ફરીથી ઉપયોગમાં લેવાય છે
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments