NEWS

11 એકર જમીનના નામે વડોદરાના છ બિલ્ડરે સાત કરોડ ખંખેરી લીધા

In the name of 11 acres of land, six builders of Vadodara took seven crores

ભરૂચના ઝાડેશ્વરની ૧૧.૭ એકર જમીન ડેવલપ કરવાને બહાને ક્રેડાઇના પ્રમુખ સહિત ૬ બિલ્ડરોએ કરજણના વેપારી પાસે રૂ.૭ કરોડ ખંખેર્યાં હતાં. જમીનના સોદામાં વેપારીને રૂ.૭ કરોડ પરત ન કરી ધમકી આપતા ભરૂચ અને અમદાવાદના કુલ ૬ બિલ્ડરો સામે કરજણમાં ગઈકાલે ગુનો નોંધાયો હતો. કરજણ પોલીસે આ ગુનામાં ભરૂચ ક્રેડાઇના પ્રમુખ સહિત ત્રણ બિલ્ડરોની ધરપકડ કરી છે.

કરજણમાં રહેતા અનુપમ બાલુભાઇ પટેલ કંન્ટ્રક્શનનનો ધંધો કરે છે. વર્ષ ૨૦૧૧માં ભરૂચના બિલ્ડર જશુ પટેલે અનુપમ પટેલની રેમન્ડ શો-રૂમના માલિક રાજન સાથે મુલાકાત કરાવી હતી. જશુ અને રાજને ભરૂચ ક્રેડાઇના પ્રમુખ બિલ્ડર રોહિત ચદરવાલાની ઝાડેશ્વરની ૧૧.૦૭ એકર જમીન ડેવલોપ કરવા માટે વેચાણે આપવાની વાત કરી હતી. રાજન અને બિલ્ડર રોહીતે અનુપમ પટેલ સાથે કરજણની ઓફિસમાં મીટિંગ કરી હતી. જમીનના મૂળ માલિકોએ ૨૦૦૯-૧૦માં ભરૂચના જ બિલ્ડર મનોજ હરિયાણી સાથે સોદો કર્યો હતો. બિલ્ડર રોહિતે તે જમીન મનોજ પાસે ખરીદી હતી. આ જમીનના પેટે અનુપમ પટેલ અને બિલ્ડર રોહિત વચ્ચે કરાર થયો હતો. પ્રતિ એકર રૂ.૪.૧૭ કરોડ દીઠ ૧૧.૦૭ એકર જમીનનો બંને વચ્ચે કુલ રૂ.૪૬ કરોડમાં સોદો નક્કી થયો હતો. ૪૬ કરોડ પૈકી અનુપમ પટેલે રૂ.૭ કરોડ રોહિતને આપ્યા. જ્યારે બાકીના ૩૯ કરોડ જમીન NA અને ટાઈટલ ક્લિયર કરી ૨૮ મહિનાની મુદતમાં આપવાનું નક્કી થયું હતું.

અનુપમ પટેલ આ જમીનમાં ભાગીદારીમાં રહેણાંક મકાનો બનાવવનો પ્રોજેક્ટ નક્કી કર્યો હતો. જેમાં સુરતના દીપક પટેલના ૩૦%. જશુ પટેલના ૧૫%, વડોદરાના હરદેવ વ્યાસના ૪૦ % અને ભરૂચના ઈશ્વરસિંહ પરમારના ૧૫%નો હિસ્સો હતો. થોડા સમય બાદ ભાગીદાર જશુ પટેલ અને ઈશ્વરસિંહ પરમાર વચ્ચે તકરાર થતા જશુ પટેલે પોતાનો ૧૫% હિસ્સો પરત લીધો હતો. મનોજ હરિયાણીએ આનો સોદો ૨૦૧૪માં ઈશ્વરસિંહ પરમાર સાથે કર્યો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close