ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

સુરતને સૌરાષ્ટ્રથી જોડતો, ગુજરાતનો પ્રથમ સિક્સલેન સ્ટેટ હાઇવેનું રુ. 1005 કરોડના ખર્ચે નિર્માણ

Construction of Gujarat's first six-lane state highway connecting Surat to Saurashtra at a cost of Rs 1005 crore

સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચે આર્થિક સંબંધોની સાથે સાંસ્કૃતિક તાણાવાણા પણ જોડાયેલા છે. આ બંને ભૌગોલિક પ્રદેશો વચ્ચેના અંતરને ઘટાડવા રાજ્ય સરકારે રુ. 1005 કરોડના ખર્ચે વાસદ-બગોદરા વચ્ચે 101 કિ.મી.ના 6 લેન હાઇવેનું નિર્માણ કર્યું છે. તેમાં પણ આ હાઇવે પર કારચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાઇ છે. પહેલા આ અંતર કાપવામાં અઢી કલાક જેટલો સમય લાગતો હતો. પરંતુ હવે માત્ર એક કલાકમાં આ અંતર કપાઇ જશે ને સાથે ગોઝારા અકસ્માતોથી પણ બચી શકાશે.

ગુજરાત સરકારે બનાવેલો પ્રથમ 6-લેન હાઇવે
ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા મુખ્ય માર્ગ એવા વાસદ-બગોદરા હાઇવેને બે તબક્કામાં 6 લેન કર્યો છે. ટોલ પ્લાઝાના અધિકારીના મતે આ ગુજરાત સરકારે રાજ્યમાં બનાવેલો આ પહેલો 6-લેન હાઇવે છે. આ હાઇવે પર કાર ચાલકો સિવાય જે ટ્રક સહિતના મોટા વાહનો પાસેથી જ ટોલટેક્સ લેવાય છે. જ્યારે એલએમવી એટલે કે લાઈટ મોટર વ્હીકલ સુધીની શ્રેણીના વાહનોને ટોલમાંથી મુક્તિ છે.

સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે વાસદનો ટોલ ચાલુ રહેશે
સુરતથી સૌરાષ્ટ્ર જતાં વાહનચાલકોને સુરતથી બગોદરા વચ્ચે કુલ 6 ટોલ પ્લાઝામાંથી પસાર થવું પડે છે. જેમાં વાસદથી બગોદરા વચ્ચે આવતા બોચાસણ અને ગલિયાણા ટોલપ્લાઝા પર સ્ટેટ હાઇવે હોવાથી કાર ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ અપાઇ છે. પરંતુ, વાસદ ટોલપ્લાઝા નેશનલ હાઈવે પર સ્થિત છે. આ કારણથી અહીં કારચાલકોએ રુ. 140 ટોલ ચુકવવો પડશે.

સુરતથી બગોદરા.. 286 કિમી, 6 ટોલ પ્લાઝા
સુરતથી બગોદરા વચ્ચે નેશનલ હાઇવે 48નો ઉપયોગ કરતા વાસદ થઇ બગોદરા સુધીનું કુલ 286 કિલોમીટરનું અંતર જ છે. જેમાં કુલ 6 ટોલ પ્લાઝા આવે છે. જેના કારને બે ટોલ પ્લાઝા સિવાય 4 પર ટેક્સ ચુકવવો પડે છે. જ્યારે ભારે વાહનોને તમામ 6 ટોલ પ્લાઝા પર ટોલટેક્સ વસૂલમાં આવે છે. આ અંતર કાપવામાં કુલ 5 કલાકનો સમય લાગે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close