CommercialNEWSResidential

રેપો રેટ વધતા રહેઠાણ વેચાણ પર ફટકો પડશે

Rising repo rate will hit residential sales

રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ફરી વધારો કરાતા દેશમાં રહેઠાણ વેચાણ ખાસ કરીને એફોર્ડેબલ તથા મધ્યમ શ્રેણીના ઘરોના વેચાણને ફટકો પડી શકે છે એમ રિઅલ એસ્ટેટ ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે. જો કે ૫૦ બેઝિસ પોઈન્ટના વધારાની અસર ટૂંકા ગાળા પૂરતી જ રહેશે તેવો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ચાર મહિનામાં રેપો રેટમાં સતત ત્રીજી વખત વધારો કરાયો છે. વર્તમાન વર્ષના મેથી રેપો રેટમાં ૧.૪૦ ટકા વધારો કરાયો છે. 

રેપો રેટમાં વધારાને કારણે ધિરાણદારો દ્વારા હોમ લોન્સના દરમાં વધારો કરાશે તે નિશ્ચિત છે, એમ રિઅલ એસ્ટેટ ક્ષેત્રના એક કન્સલટન્ટે જણાવ્યું હતું. રેપો રેટમાં તાજેતરના વધારાને કારણે ઓલ ટાઈમ નીચા વ્યાજ દરનો સમય પૂરો થયો છે. નીચા વ્યાજ દરને કારણે છેલ્લા બે વર્ષમાં રહેઠાણ વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.

લોખંડ, સિમેન્ટ તથા અન્ય કાચા માલના ભાવમાં વધારાને કારણે પ્રોપર્ટીના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે તેવામાં ઊંચા ધિરાણ દર રહેઠાણ વેચાણની ગતિને ટૂંકા ગાળા સુધી મંદ પાડી શકે છે એમ એક ડેવલપરે જણાવ્યું હતું.

જુન બાદ અનેક બેન્કોએ હાઉસિંગ લોન્સના  દર વધારી દીધા છે, જેમાં હજુ વધારો થશે. લોન્સના દર વધવા સાથે રહેઠાણધારકોના લોનના હપ્તામાં વધારો થાય છે.  ઊંચા વ્યાજ દરને કારણે રહેઠાણ ખરીદી શક્તિ પર અસર થશે અને ઘર ખરીદવા માગનારાની માનસિકતા ખરડાશે. જો કે હોમ લોન્સના દર હજુપણ એક અંકી હોવાથી હાલના વધારાની અસર બહુ લાંબી નહીં હોય એમ અન્ય એક વિકાસકે જણાવ્યું હતું. 

ફુગાને અંકુશમાં લેવા માટે રિઝર્વ બેંકને આકરા પગલા લેવાની ફરજ પડી છે. અત્યાર સુધી વાણિજ્યિક બેંકોએ નીતિ દરમાં વધારો ઋણઘારકો સુધી પહોંચાડયો છે. જેના પરિણામે રિયલ એસ્ટેટ સહિત તમામ ક્ષેત્રોમાં ધિરાણ દરમાં વધારો થયો છે. આજના દરમાં વધારો દરને વધુ સખત બનાવશે. તરલતાના સંદર્ભમાં પગલાએ પ્રવાહિતા વિન્ડોની હદમાં ઘટાડો કર્યો છે. જો કે, પર્યાપ્ત તરલતાનું સંચાલન કરવામાં આવે છે અને ઉત્પાદન ક્ષમતાનો બહેતર ઉપયોગ આગળ જતા ધિરાણ વૃદ્ધિ માટે સહાયક બનશે. ખાસ કરીનેે રિયલ એસ્ટેટ સેક્ટર માટે ત્રીજીવાર પછીના દરમાં વધારો એનો અર્થ એફોર્ડેબિલિટીમાં બગાડ થશે અને ઘર ખરીદનારઓની ભાવનાઓને અસર કરી શકે તેમ છે તેમ નાઇટ ફ્રેનના શિશિર બૈઝલે જણાવ્યું હતું.

આજ સુધીના સંચિત દરમાં વધારો સાથે, સંપૂર્ણ ટ્રાન્સમિશન ધારીને, સંભવિત ઘર ખરીદનારાઓની પરવડે તેવી ક્ષમતા લગભગ ૧૧% જેટલી સંકોચાય છે એટલે કે રૂા. ૧ કરોડની કિંમતનું ઘર ખરીદવાની ક્ષમતાથી ઘટીને હવે રૂા. ૮૯ લાખ થશે. વિકાસકર્તાઓ પાસેથી ઘર ખરીદનારની પોષણ ક્ષમતા પરા ફટકાને હળવો કરવા માટે હળવા પગલા લેવાની અપેક્ષા છે વ્યાજદરોમાં વધારો અને તેનું અનુગામી ટ્રાન્સમિશન હોમ લોનના દરોમાં જ્યારે માંગને અસર કરવાની ક્ષમતા ધરાવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close