વડાપ્રધાન મોદીએ વલસાડ જિલ્લાના ધરમપુરમાં હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
Prime Minister Modi virtually inaugurated a hospital in Dharampur of Valsad district
વડાપ્રધાન મોદીએ વલસાડ જિલ્લાના ધરમપુરમાં હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. શાસ્ત્રોમાં કહેવાયુ છે કે, જેમનું કર્તવ્ય અને ગુરૂધર્મ જીવીત રહે છે તે અમર રહે છે. જેના કર્મ અમર રહે છે તેની ઉર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર આ જ શાશ્ર્વત ભાવનાનું પ્રતિક છે.’ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા 200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ૨૫૦ બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે ઉચ્ચાર્યા હતાં.
શ્રીમદ્ રાજચંદ્રજીએ વાવેલા સમાજ સેવાના બીજ વટવૃક્ષ બની ગયાં- મોદી
તેમણે જણાવ્યું કે, હોસ્પિટલના નિર્માણથી ગરીબો, ગરીબો, દલિતો, આદિવાસીઓ ખૂબ મોર્ટો લાભ મળશે. શ્રીમદ્ રાજચંદ્રજી માટે ગાંધીજીએ કહ્યું હતું કે, અમારા જેવા સામાન્ય માણસોએ કંઇ કેટલા જન્મ લેવા પડશે જ્યારે શ્રીમદ્ માટે એક જ જન્મ બહુ થઇ ગયો છે. તેમણે સમાજ સેવાના બીજ વાવ્યા હતા તે આજે વટવૃક્ષ બની ગયાં છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
12 Comments