Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructurePROJECTSUrban Development

અમદાવાદ સાયન્સ સિટીમાં બની રહી છે સ્પેસ સાયન્સ ગેલરી, આઠ મહિનામાં થઈ જશે તૈયાર

Space Science Gallery is being built in Ahmedabad Science City, it will be ready in eight months

અમદાવાદના સાયન્સસિટીમાં અત્યારે બે મોટી ગેલરી છે. રોબોટિક ગેલરી અને એક્વાટિક ગેલરી. હવે ટૂંક સમયમાં ત્રીજી ગેલરી શરૂ થવા જઈ રહી છે. એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલરી. સાયન્સસિટીમાં જ્યાં એક્વાટિક ગેલરી છે, એની સામે જ સ્પેસ સાયન્સ ગેલરીનું બાંધકામ ચાલી રહ્યું છે. આગામી આઠથી દસ મહિનામાં આ અદભુત ગેલરી તૈયાર થઈ જશે.

કેવી હશે આ ગેલરી?
સાયન્સસિટીમાં એક્વાટિક ગેલરી પાસે ઊભા રહેશો એટલે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલરી સામે જ દેખાશે. આજુબાજુ એક્ઝિબિશનના ચોરસ બિલ્ડિંગ અને વચ્ચોવચ પૃથ્વીના ગોળા આકારનું મસ્ત પ્લેનેટોરિયમ હશે. એની આસપાસ સૌર મંડળનું મોડલ ઊભું કરાશે. ગ્રાઉન્ડ ફ્લોર પર જ એકાદ કલાક થઈ જશે. પહેલા માળે પ્લેનેટોરિયમનો દરવાજો આવે. આ સિવાય ચાર એક્ઝિબિટ ગેલરી હશે. પહેલા માળે તમને એ જાણવા મળશે કે આપણું સ્પેસ સાયન્સ કેવું હતું, કેવું છે અને ભવિષ્યમાં કેવું હશે. આ ગેલરી જ્યારે બનશે અને તમે જોવા જશો તો સ્પેસ સાયન્સ ગેલરી માટે જ ત્રણેક કલાકનો સમય ફાળવવો પડશે.

સ્પેસમાં ફરવાની, ઊડવાની અનુભૂતિ
અવકાશમાં શું હશે ? સૂર્ય નજીકથી કેવો લાગે ? સ્પેસક્રાફ્ટમાં બેસવા મળે તો ? તમે ચંદ્રની સપાટી પર ચાલો તો કેવું લાગે ? એસ્ટ્રોનોટ અવકાશમાં જાય તો એને કેવું ફીલ થાય ? આ બધી જોયેલી, સાંભળેલી કે વાંચેલી વાતો ફીલ કરવા મળશે. સ્પેસ સાયન્સનું વર્ચ્યુઅલ વર્લ્ડ ઊભું થશે. અહીં તો સ્પેસક્રાફ્ટની ડિજિટલ ફીલિંગ લઈ શકશો. માનો કે તમે સ્પેસક્રાફ્ટમાં બેઠા. તમે ધીમે ધીમે એ ચલાવો છો. તમે એટલે ઊંચે પહોંચી ગયા છો કે નીચે આકાશ દેખાય છે. સ્પેસક્રાફ્ટ આગળ વધી રહ્યું છે અને અવકાશમાં સંભળાતા અવાજો તમે પણ સાંભળી શકો છો… તમે અવકાશની સફર કરો છો અને એકાએક દૂરથી પ્રચંડ અવાજ આવતો સંભળાય છે. એક ઉલકાપિંડ તમારા સ્પેસક્રાફ્ટની નજીક આવી રહ્યો છે અને થોડી ક્ષણોમાં તો સ્પેસક્રાફ્ટના કાચ સાથે અથડાય છે અને ગર્જના જેવો અવાજ આવે છે, સ્પેસક્રાફ્ટ હલબલી જાય છે…. ઉલકાના પણ ટુકડા થઈ જાય છે. આ અનુભવ કરો ત્યારે તમે એ અહેસાસ કરી શકશો કે અવકાશમાં જનારી વ્યક્તિઓ કેટલું જોખમ લઈને જાય છે.

તારામંડળ જુઓ નરી આંખે
સ્પેસમાં જવા માટે કેવાં સાધનો હોવાં જોઈએ અને ભવિષ્યમાં કેવાં સાધનો હશે, એ પણ માહિતી સાથે દરેક ગેલરીમાં મૂકવામાં આવી હશે. ચંદ્રની પહેલી તસવીર, ભારતે અવકાશક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ પણ જોઈ શકશો. સ્પેસ સાયન્સ માટે વપરાતા ઈન્સ્ટ્રુમેન્ટ્સને નજીકથી જોવાની તક મળશે. આ ગેલરીમાં ટોપ ફ્લોર પર ત્રીજા માળે સ્પેસ ઓબ્ઝર્વેટરી એટલે કે તમે જાયન્ટ ટેલિસ્કોપથી લાઈવ આકાશ દર્શન કરી શકશો. હવે ગુજરાતની ધરતી પર અવકાશની અનુભૂતિ કરી શકશો, ટૂંક સમયમાં જ…

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

 

Show More

Related Articles

Back to top button
Close