HousingNEWS

કેન્દ્રીય બજેટ-2026માં કરાયેલી જાહેરાતોથી,ગુજરાતમાં રોકાણ વધશે,તેનો લાભ રિયલ એસ્ટેટને મળશે- સુરેશ પટેલ, ચેરમેન, નારેડકો ગુજરાત

આજે રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં શું મળ્યું અને તેની ભાવિ અસરો કેવી રહેશે તે અંગે નારેડેકો ગુજરાતના ચેરમેન સુરેશ પટેલ સાથે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને વાત રી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ 2026ની જાહેરાતોથી ગુજરાતમાં રોકાણ વધશે અને રાજ્યના વિકાસને વેગ મળશે. અન્ય રાજ્યો તથા વિદેશમાંથી ગુજરાતમાં રોકાણ આવશે. જેનો લાભ બાંધકામ ઉદ્યોગ-રીયલ એસ્ટેટને મળશે.

5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર-2 અને 3 શહેરોના વિકાસ માટે 11.2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2026-27માં તેને વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. પ્રાઇવેટ ડેવલપર્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ બનાવવામાં આવ્યું છે. તેમાં સરકાર આંશિક ગેરંટી આપશે. રિયલ એસ્ટેટના રિસાયક્લિંગ માટે યોજના છે.

લોથલ-ધોળાવિરા સહિતની 15 વિરાસતોનો વિકાસ કરાશે : કાર્ગો લઈ જવા માટે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર બનાવવામાં આવશે. પૂર્વમાં દનકુનીથી પશ્ચિમમાં સુરત સુધી પોર્ટને જોડવા માટેની યોજના છે. ટેક્સટાઇલ સેક્ટરના વિકાસ માટે મોટા ટેક્સટાઇલ પાર્કસ  બનાવવામાં આવશે.

દવાઓના ક્ષેત્રમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.તથા આગામી પાંચ વર્ષમાં એક લાખ સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર પ્રોફેશનલ્સ બનશે. જામનગરમાં WHO ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનાવવામાં આવશે.

ચિપ મેન્યુફેક્ચરિંગ: ભારત પોતાનું સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચ કરશે. જેનો સૌથી વધુ લાભ ગુજરાત રાજ્યને મળવાની શક્યતા છે .

ઈલેક્ટ્રોનિક્સ પર ભાર: મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સના સ્પેરપાર્ટ્સ બનાવવા માટે બજેટ વધારીને 40,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર:રસ્તાઓ, રેલવે અને અન્ય પાયાની સુવિધાઓને જબરદસ્ત મજબૂતી આપવાની યોજના છે

શહેરોનો વિકાસ: શહેરોને વેપાર અને આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે.

પેસેન્જર ટ્રાન્સપોર્ટ તથા લશ્કરી ઉપયોગના વિમાનો બનાવવામાં ટેક્સની રાહત આપવામાં આવી છે. NRIને પ્રોપર્ટી રોકાણના ડિસ્ક્લોઝર માટે ખાસ યોજના જાહેર કરવામાં આવી છે. ઉપરના વિવિધ ક્ષેત્રોમાં મોટું રોકાણ ગુજરાત રાજ્યમાં આવવાની શક્યતાઓથી ગુજરાતમાં એમ્લોયમેન્ટની નવી તકો ઉપલબ્ધ થશે, લોકોનું ગુજરાતમાં સ્થળાંતર થતાં રીયલ એસ્ટેટ બિઝનેસમાં મોટો વિકાસ જોવા મળશે.

આ સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા એફોર્ડેબલ હાઉસિંગને વેગ આપવા FSIમાં મોટો વધારો કરવામાં આવે તથા સ્ટેમ્પ ડ્યૂટી તથા રજિસ્ટ્રેશન ચાર્જમાં ઘટાડો કરવામાં આવે તેવી અપેક્ષા છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હાઉસિંગ ફોર ઓલનું સ્વપ્ન સાકાર થઈ શકે.

ગ્રોથ રેટ: પાછલા સુધારાઓને કારણે ભારત 7%નો વિકાસ દર હાંસલ કરી રહ્યું છે. જે આજના સંજોગોમાં વિશ્વમાં શ્રેષ્ઠ છે .

લેખક- સુરેશ ડી પટેલ, ⁠ચેરમેન, નારેડકો ગુજરાત,

Show More

Related Articles

Back to top button
Close