InfrastructureNEWS

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં 11.4%નો વધારો, 2026–27માં રેકોર્ડ ₹12.2 ટ્રિલિયન ફાળવણી

વૈશ્વિકસ્તરે અસ્થિર આર્થિક પરિસ્થિતિ વચ્ચે ભારતે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મોટો દાવ લગાવ્યો છે. કેન્દ્ર સરકારે વિત્ત વર્ષ 2026–27 માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રેકોર્ડ ₹12.2 ટ્રિલિયન (અંદાજે $133.08 અબજ) ખર્ચ કરવાની જાહેરાત કરી છે. જે ગયા વર્ષની સરખામણીએ 11.4%નો વધારો દર્શાવે છે.

રવિવારે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં વિત્ત મંત્રી નિર્મલા સીતારામન મૂડી આધારિત વિકાસ (Capital-led Growth) પર સરકારની પ્રતિબદ્ધતા ફરીથી સ્પષ્ટ કરી હતી. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં રોજગાર સર્જન અને આર્થિક વિસ્તરણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને મુખ્ય ચલક તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

કોરોના મહામારી બાદ ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેના દ્વારા લોજિસ્ટિક્સ, કનેક્ટિવિટી અને શહેરી વિકાસને મજબૂત બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. તાજેતરનું બજેટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપતી નવી રણનીતિનું પણ સ્પષ્ટ સંકેત આપે છે, જે ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને આત્મનિર્ભર અર્થતંત્ર બનાવવાના દીર્ઘકાલીન વિઝન સાથે જોડાયેલું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- રોયટર ન્યૂઝ એજન્સી.

Show More

Related Articles

Back to top button
Close