
ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા બિઝનેસમેનોની નામાંકિત અને પ્રતિષ્ઠિત સંસ્થા નારેડકો ગુજરાત દ્વારા 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ત્રિ-દિવસીય પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. ત્રણ દિવસ ચાલનાર ગુજરાતનો સૌથી મોટા આ પ્રોપર્ટી શોમાં અંદાજે 500થી વધારે પ્રોપર્ટીઓનું ડિસપ્લે કરશે. જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, એર્ફોડેબલ હાઉસિંગ, પ્લોટિંગ, ઈન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ અને વીક એન્ડ વીલા જેવી પ્રોપર્ટીઓનો સમાવેશ થશે. આ ઉપરાંત, પ્રોપર્ટી શોમાં એર્ફોડેબલ હાઉસથી માંડીને લક્ઝરી સેગમેન્ટ અને હાઈ એન્ડ ફ્લેટ ધરાવતા પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઉપલબ્ધ હશે.

નોંધનીય છે કે, 2024માં યોજાયેલા નારેડકો ગુજરાતના પ્રોપર્ટી શોમાં ત્રણ દિવસમાં 40,000થી વધારે ફૂટફોલ રહ્યો હતો. જેથી આ વર્ષે પણ 40 હજાર કરતાં પણ વધારે ફૂટફોલ રહે તેવો અંદાજ નારેડકો ગુજરાતના ચેરમેન સુરેશ પટેલે વ્યક્ત કર્યો છે.


નારેડકો ગુજરાત હંમેશા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સુરત અને વડોદરા સહિત ગુજરાતના મોટાં શહેરોના તમામ નાના-મોટા ડેવલપર્સની સમસ્યાઓ અને પ્રશ્નનો માટે સતત અને અવિરતપણે કામ કરે છે. નારેડકો ગુજરાતે ડબલ જંત્રી, મહેસૂલીસમસ્યાઓ, એફએસઆઈ સહિત અનેક મુદ્દાઓ અંગે ગુજરાત સરકાર સામે રજૂઆત કરીને રિયલ એસ્ટેટ ડેવલપર્સના પ્રશ્વનોને હલ કરવા નારેડકો ગુજરાત ડેવલપર્સના પડખે ઊભું રહે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



