અમદાવાદ, કોમનવેલ્થ ગેમ્સ-2030ના યજમાન માટે તૈયાર, આજે મંજૂરીની વિધિવત જાહેરાત કરાઈ

યુનાઈટેડ કિંગડમના ગ્લાસગોમાં યોજાયેલી વિશ્વના 74 દેશોના પ્રતિનિધિઓની મળેલી જનરલ એસેમ્બલીમાં કોમન વેલ્થ ગેસ્મ-2030 માટે ભારતના અમદાવાદ શહેરને યજમાન માટે મંજૂરી આપવામાં આવી છે. 2010માં ભારતમાં કોમનવેલ્થ રાજધાની નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. 2030માં ફરી એકવાર અમદાવાદ શહેરને કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદ તક મળી છે જે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની વાત છે.

કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન અમદાવાદ કરવા જઈ રહ્યું છે. ત્યારે તેને લઈને રાજ્ય સરકારે પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરી દીધી છે. અમદાવાદના આસપાસના વિસ્તારોમાં ઘણા સ્પોર્ટસ્ કોમ્પ્લેક્ષ નિર્માણ પામવા જઈ રહ્યાં છે. જોકે, હાલ નારણપુરા વીરા સાવરકર સ્પોટ્સ્ કોમ્પ્લેક્ષ તો તૈયાર છે. આ સિવાય પણ કોટેશ્વર, ગોધાવી, દેહગામની આસપાસ, ગોતા, નિકોલ જેવા વિસ્તારોમાં રમત સંકુલો નિર્માણ પામશે છે તેવી પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે.
આ નિર્ણયનું સ્વાગત કરતા, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન અધિકારો અમદાવાદને આપવાનો કોમનવેલ્થ સ્પોર્ટનો નિર્ણય દેશ માટે એક પ્રતિષ્ઠિત ક્ષણ છે કારણ કે તે 2047 સુધીમાં રમતગમતનું પાવર હાઉસ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકરેએ જણાવ્યું હતું કે, ભારત સ્કેલ, યુવાની, મહત્વાકાંક્ષા, સમૃદ્ધ સંસ્કૃતિ, પ્રચંડ રમતગમતનો જુસ્સો અને સુસંગતતા લાવે છે.
ઓલિમ્પિક હોસ્ટિંગ અધિકારો માટેની દોડમાં સામેલ શહેર અમદાવાદે, છેલ્લા એક દાયકામાં તેના રમતગમતના માળખાને યુદ્ધના ધોરણે અપગ્રેડ કર્યું છે. અમદાવાદનું વિઝન ગ્લાસગો 2026 ની ગતિ પર નિર્માણ કરે છે, અને ભારતની સાંસ્કૃતિક અને રમતગમતની શક્તિઓને પ્રકાશિત કરે છે. કોમનવેલ્થ સ્પોર્ટે જણાવ્યું હતું કે 2030 ની આવૃત્તિમાં 15 થી 17 રમતોનો સમાવેશ થશે, અને સંપૂર્ણ કાર્યક્રમ આવતા વર્ષે નક્કી કરવામાં આવશે. આ રમતોનો ઉદ્દેશ્ય રમતવીરો અને સમુદાયોને એક કરવાનો છે જ્યારે કોમનવેલ્થ રમતગમત પરંપરાની સદીની ઉજવણી કરે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



