InfrastructureNEWS
ગાંધીનગરમાં વધુ પાંચ મેટ્રો રેલ્વે સ્ટેશનોનો ટ્રાયલ રન કરાયો, નૂતન વર્ષના દિવસે કરાશે પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે ત્યારે, વિજયા દશમીના પાવન પર્વે ગાંધીનગરમાં હાલ સચિવાલય સુધી ઉપલબ્ધ મેટ્રો રેલ સેવાની વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16 અને સેક્ટર-24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ કરવામાં આવી હતી.

આ ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે, જેના કારણે અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે તથા મુસાફરી વધુ સસ્તી, આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સીએમઓ.