GovernmentInfrastructureNEWSPROJECTS

હવે માત્ર અનુભવી અને ગુણવત્તાવાળાં કામો કરતા કોન્ટ્રાક્ટરોને જ પ્રોજેક્ટનાં કામો મળશે- NHAI

ભારત સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI) દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે, હવે રિક્વેસ્ટ ફોર પ્રોપઝોલના નિયમોમાં ફેરફાર કરતાં, ટેન્ડર પ્રક્રિયામાં બોલીની પાત્રતા (Bid Eligibility) માટે સમાન કાર્યની સ્પષ્ટ પરિભાષા નક્કી કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હવે જે પણ કોન્ટ્રાક્ટર્સને કામો આપવામાં આવે છે તે તેના અનુભવ અને તેમની કાર્ય પદ્ધતિને આધારે ટેન્ડર આપવામાં આવશે. આ ઉપરાંત, જે કન્સ્ટ્રક્શન કંપનીમાં ટેકનિકલ કાર્ય કરવાની ક્ષમતા હશે તેને જ નવા ટેન્ડર માટે આમંત્રિત કરવામાં આવશે.

જેથી, હવે નાના અને કોઈની ભલામણ વાળા કોન્ટ્રાક્ટર્સને પ્રોજેક્ટના કામો આપવામાં આવશે નહીં. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (NHAI) આ પગલું પ્રોજેક્ટોના કામોની તકનિકી ગુણવત્તા અને ટાઈમ ફ્રેમમાં પ્રોજેક્ટના નિર્માણ કાર્યો પૂર્ણ થાય તેવા હેતુ માટે લેવામાં આવ્યું છે.

અનધિકૃત સબ કોન્ટ્રાક્ટર્સ પર અંકુશ લેવા માટે નેશલન હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે, મોટા કોન્ટ્રાક્ટરો કામનું ભારણ ઓછું કરવા માટે નાના- અનધિકૃત કોન્ટ્રાક્ટર્સને કામ સોપી દેતા હોય છે પરિણામે, ઘણીવાર કામની ગુણવત્તા અને સમયમર્યાદામાં કામો પૂર્ણ થતા નથી. આ પ્રકારની કામગીરી પર અંકુશ રાખવા માટે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

વધુમાં NHAI એ સ્પષ્ટ કર્યું છે કે, અનધિકૃત સબ કોન્ટ્રાક્ટર્સને અસ્વિકાર્ય માનવામાં આવશે. અને જો કોઈ આ પ્રકારનું કામ કરશે તો, સરકાર દ્વારા દંડનીય કાનૂની પગલાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ટર્સ પ્રોજેક્ટોનું નિર્માણકાર્ય લોએસ્ટ ટેન્ડરને જ આપવામાં આવે છે. જે ખરેખર ગુણવત્તા પર મોટો સવાલ ઊભો કરે છે. જેથી, વિદેશમાં ઘણા દેશોમાં શ્રેષ્ઠ ગુણવત્તા નિર્માણ કરવા માટે હાઈ ટેન્ડર પ્રક્રિયા પર કામ થતું હોય છે. જ્યારે ભારતભરમાં તમામ સરકારી અને અર્ધ સરકારીઓ કામો માટે નીચા ભાવે ટેન્ડરની પ્રક્રિયાનું અનુસરવામાં આવે છે જે ખરાબ નિર્માણ કામો માટે કેટલાંક અંશે જવાબદાર બને છે, તેવી અનેક કોન્ટ્રાક્ટર્સ લોબીમાં ચર્ચા ચાલતી હોય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ઈન્ફ્રા. ટુડે.

Show More

Related Articles

Back to top button
Close