Civil EngineeringCivil TechnologyInfrastructureNEWS

ભારતનું ગૌરવ: PSP Projectsએ માત્ર 54 કલાકમાં 24,000 CMTનો વર્લ્ડ લાર્જેસ્ટ રિલિજિયસ ટેમ્પલ કોંક્રિટ રાફ્ટ કાસ્ટ કરી, વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો.  

ભારતની નામાંકિત પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડે, અદાણી સિમેન્ટ અને વિશ્વઉમિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે, અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે, કુલ 24000 ક્યૂબિક મીટર કોંક્રિટનો રાફ્ટ માત્ર 54 કલાકમાં કાસ્ટ કરીને વર્લ્ડ લાર્જેસ્ટ રિલિજિયસ ટેમ્પલ કોંક્રિટ રાફ્ટ નિર્માણ કરવામાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સાથે પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે, આ અતૂલ્ય સિદ્ધિ હાંસલ કરીને ગુજરાત સહિત દેશનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. આ સાથે, વિશ્વભરમાં સિવીલ એન્જીનીયરીંગ સેક્ટરમાં અતૂલ્ય કાર્ય થયું છે.આ રીતે, પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડ દેશભરની અન્ય કન્સ્ટ્રક્શન કંપનીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. ત્યારે આવો જોઈએ, ઉમિયા માતાના મંદિરના પાયાનો વિશ્વ સૌથી મોટો ક્રોંક્રિટ રાફ્ટની કામગીરીનો એક નાનકડો વિડીયો.

પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના જણાવ્યાનુસાર, ઉમિયા માતાના મંદિરના પાયાનું નિર્માણ કરવા 24,000 CMT(Cubic Meter) કોંક્રિટ રાફ્ટનું કાસ્ટિંગ 15 સપ્ટેબરના રોજથી શરુ કરવામાં આવ્યું હતું, જે સતત 17 સપ્ટેબરની મોડી રાત  સુધી કામ ચાલ્યું હતું, આ રીતે કુલ 54 કલાકમાં નિર્માણકાર્ય પૂર્ણ થયું હતું. વધુમાં જણાવ્યું હતું કે, પીએસપી પ્રોજેક્ટ્ લિમિડેટનો લક્ષ્યાંક 72 કલાકનો હતો પરંતુ, કંપનીના કુશળ સિવીલ એન્જીનીયર્સ, લેબર અને કંપનીની વિઝનરી લીડરશીપને કારણે, માત્ર 54 કલાકમાં જ  24000 ક્યૂબિક મીટરનો કોંક્રિટ રાફ્ટ નિર્માણ કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

24000 ક્બૂબિક મીટર કોંક્રિટ રાફ્ટ નિર્માણ કરવામાં ઉપયોગમાં લેવાયેલી સાધન સામ્રગી

  • 54 કલાક સમય
  • 4,375 મેટ્રિક ટન સ્ટીલ
  • 3600 ટન સિમેન્ટ
  • 25 થી વધારે RMC Plants
  • 280થી વધારે ટ્રાઝિટ મિક્સર્સ
  • 4000થી વધારે, કોંક્રિટ ટીએમ ટ્રીપ
  • 25 થી વધારે કોંક્રિટ પમ્પનો ઉપયોગ
  • 3 બૂમ પ્રેસર પમ્પનો ઉપયોગ
  • 300થી વધારે લેબર્સનો ફોર્સ

ઉલ્લેખનીય છે કે, ભારતભરમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં સૌથી ઝડપી અને ગુણાવત્તાસભર નિર્માણકાર્યમાં નામાંકિત પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડે, તાજેતરમાં અમદાવાદના નારણપુર વિસ્તારમાં વીર સાવરકર  સ્પોર્ટસ્ કોમ્પ્લેક્ષનું નિર્માણકાર્ય છે. જે 2030માં આયોજિત કોમન વેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સ-2036 માટેનું દેશનું પ્રથમ ટ્રેનિંગ સેન્ટર છે. ફરી એકવાર પીએસપી પ્રોજેક્ટ લિમિડેટે વિશ્વ સ્તરીય કામ કરીને ગુજરાત સહિત દેશનું નામ સિવીલ એન્જીનીયરીંગ સેક્ટરમાં મોખરે કર્યું છે.  

આ ઉપરાંત, પીએસપી પ્રોજેકેટ્ લિમિટેડે, કાશી વિશ્વનાથ કોરિડોર, સુરત ડાયમંડ બૂર્જ, સાબરમતી રિવરફ્રન્ટ વગેરે જેવા દેશના સૌથી મોટો અને આઈકોનિક પ્રોજેક્ટો નિર્માણ કર્યા છે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close