GovernmentNEWS

વાર્ષિક ફાસ્ટેગ પાસ અંગે લોકોના મનમાં ઉદ્દભવતા સવાલોના જવાબો

  1. પાસ વેલિડીટી કેટલી રહેશે ?

જવાબ: એક વર્ષના મુદ્દત

  • શું આપણે, ફાસ્ટેગ પાસ પોતાના બીજા વાહનને ટ્રાન્સફર કરી શકીએ ?

જવાબ:  ના. આ પાસ નોન-ટ્રાન્સફેરેબલ છે, પાસમાં જે વાહનની નોંધણી હશે તે જ ઉપયોગ કરી શકશે.

  • પાસ લીધા બાદ, ફાસ્ટેગ કાર પર લગાવવો જરુરી છે ?

જવાબ: હા. ફાસ્ટેગ લગાવવો પડશે.    

  • નોંધાયેલા ફાસ્ટેગ પરથી ફાસ્ટેગ પાસ મળશે ?

જવાબ: ના. નોંધાયેલા ફાસ્ટેગ પરથી પાસ મળશે નહી.

  • વાર્ષિક ફાસ્ટેગ પાસ ફરજિયાત છે, અને જો કોઈ પાસ લેવા માંગતા હોય તો શું વિકલ્પ ?

જવાબ:વાર્ષિક ફાસ્ટેગ પાસ ફરજિયાત નથી. કારણ કે, જેને ખરીદવો હોય તે ખરીદે બાકી, આપનો ફાસ્ટેગ ચાલુ છે.

  • 200 ટ્રીપનો પાસ પુરો થયા બાદ, આપણે રિન્યૂઅલ કરી શકીએ. ?

જવાબ: હા. 200 ટ્રીપ પૂર્ણ થયા બાદ, આપ પાસને ફરી રિન્યૂઅલ કરાવી શકો છો.

  • ફાસ્ટેગ પાસ ખરીદવા માટે નવો ફાસ્ટેગ નંબર લેવો પડશે ?

જવાબ:ફાસ્ટેગ પાસ ખરીદવા માટે નવો ફાસ્ટેગ નંબર નહી પડે કારણ કે, તે ફાસ્ટેગ પરથી આપનો પાસ મળી જશે.

  • વાર્ષિક ફાસ્ટેગ પાસ કયા ક્યા રોડ પર વાપરી શકાશે. ?

જવાબ: માત્ર નેશનલ હાઈવે, નેશનલ એક્સપ્રેસ પર જ ઉપયોગ કરી શકાશે. રાજ્ય સરકારો દ્વારા નિર્માણ કરવામાં આવેલા સ્ટેટ હાઈવે પર રાજ્ય સરકાર અને લોકલ બોડી ટોલ લઈ શકે છે. તે તેમનો નિર્ણય છે.

  • તમામ પ્રકારના વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ ઉપલબ્ધ છે. ?

જવાબ: ના, તમામ પ્રકારના વાહનો વાર્ષિક ફાસ્ટેગ પાસ મેળવી શકશે નહી. કારણ આ સુવિદ્યા માત્ર, જીપ, કાર, અને વાન જેવાં પ્રાઈવેટ વાહનો માટે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close