મહારાષ્ટ્રમાં કાર ખરીદતાં પહેલાં પાર્કિંગ સ્પેસ સર્ટી ફરજિયાત બનશે, સર્ટી નહીં તો, વાહન નોંધણી નહીં.

હાલ દેશના મોટા શહેરોમાં મોટીસંખ્યામાં કાર્સ, ટુવ્હીલર સહિત અન્ય મોટાં વાહનોને કારણે ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની ગયો છે. સરકારે અનેક જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી અને પે પાર્કિંગ સેન્ટરો નિર્માણ કર્યા છે, છતાં લોકો તેનો ઉપયોગ કરતા નથી. ટ્રાફિકથી ધમધમતા અમદાવાદનો સિંધુભવન રોડ પર કોર્પોરેશન દ્વારા નિર્માણ કરાયેલું કાર પાર્કિંગ સેન્ટર ખાલીખમ પડ્યું છે. આ પ્રકારની સ્થિતિ દેશના મોટા શહેરો માટે એક જટિલ સમસ્યા છે. ત્યારે આવી સ્થિતિમાંથી મુક્તિ મેળવવા, મહારાષ્ટ્રમાં કાર ખરીદતાં પહેલાં પાર્કિંગ સ્પેસ દર્શાવતું સર્ટીફિકેટ ફરજિયાત લેવું પડશે તેની તૈયારીમાં છે અને તે અંગે મજબૂત કાયદો આવનારા દિવસોમાં લાગુ કરવામાં આવશે. આ પ્રકારનો કાયદો આવવાથી, ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગ પર પણ રોક લાગશે.

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું છે કે, આ પગલું મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યું છે. રાજ્યની નવી પાર્કિંગ પેલિસી અનુસાર, હવે ફ્લેટ બનાવનારા બિલ્ડરોએ પાર્કિંગ સ્પેસ આપવું ફરજિયાત રહેશે. જો કોઈ ખરીદનાર પાસે નગર નિગમનું પાર્કિંગ એલોટમેન્ટનું પ્રમાણપત્ર નથી, તો તેનું વાહન રજિસ્ટર નહી થાય. પાર્કિંગની કમી દૂર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર આ પ્રસ્તાવની તૈયારી કરી રહી છે. જો આ કાયદો લાગુ થશે, તો મહારાષ્ટ્ર રાજ્ય પાર્કિંગ જરુરી કરનારા દેશનું પ્રથમ રાજ્ય બનશે.
ઉલ્લેખનીય છે કે, કાર ખરીદતાં પહેલાં, પાર્કિંગ સ્પેસ દર્શાવતું પ્રમાણપત્ર લેવાની પ્રથમ વિશ્વમાં જાપાન, વિયેતનામ, ચીન અને સિંગાપુર જેવા દેશોમાં પહેલાંથી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-ડીબી.