Civil EngineeringCivil TechnologyGovernmentInfrastructureNEWSPROJECTS

અન્ય એક ગુજરાતનું ગૌરવ: વડાપ્રધાન મોદીએ, ચોલાપુરમ-તંજાવુર NH-36નું કર્યું લોકાર્પણ. તો નવીન જિંદાલે, નેશનલ હાઈવેની ગુણવત્તાની કરી પ્રસંશા.

6 એપ્રિલ-2025 ના રોજ રામનવમીના પાવન દિવસે, વડાપ્રધાન મોદીએ દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય તમિલનાડુમાં નવો પમ્બન વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્દઘાટન અને અન્ય ચાર નેશનલ હાઈવે પ્રોજેક્ટોને લોકો માટે ખુલ્લા મૂક્યા હતા. જે પૈકી, 47.835 કિલોમીટરની લંબાઈ ધરાવતો ફોર લેન સેક્શન ચોલાપુરમ-તંજોર નેશનલ હાઈવે-36ને પણ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ નેશનલ હાઈવેનું નિર્માણકાર્ય ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કામ કરતી પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(PIL)એ કર્યું હતું.

અહીં, નોંધનીય છે કે, કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ તમિલનાડુમાં ચાલી રહેલા નેશનલ હાઈવે પ્રોજેક્ટની નિરીક્ષણ મુલાકાત દરમિયાન પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ(PIL) દ્વારા નિર્માણ પામેલા ચોલાપુરમ–તંજોર સેકશન નેશનલ હાઈવેના નિર્માણકાર્ય અંગેનું નિરીક્ષણ કર્યું હતું. તેમાં ગડકરીએ, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ટર લિમિટેડના નિર્માણકાર્યની કદર કરીને રોડ નિર્માણ ગુણવત્તાની પ્રસંશા કરી હતી.

પટેલ ઈન્ફ્રા. લિ.ના નિર્માણકાર્યની પ્રસંશા કરતા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી

તો, બીજેપીના કુરુક્ષેત્ર લોકસભા મતવિસ્તારના લોકસભા સાંસદ અને સ્ટીલ બિઝનેસ ટાઈકૂન નવીન જિંદાલ પણ આ નેશનલ હાઈવે પર પ્રસાર થયા હતા. તે દરમિયાન તેમણે રોડ નિર્માણકાર્યની ગુણવત્તા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ભારત સરકારના રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના કેન્દ્રીય નિતીન ગડકરીની કાર્યછૈલીની પણ પ્રસંશા કરી હતી.   

કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેશનલ હાઈવે- ઈન્ફ્રા. પ્રોજેક્ટની પ્રસંશા કરતાં ભાજપ સાંસદ નવીન જિંદાલ.

ઉલ્લેખનીય છે કે, 6 એપ્રિલ-2025નો દિવસ, ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિવીલ એન્જીનીયરીંગ અને  કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી માટે મહત્વ રહ્યો હતો. કારણ કે, આ જ દિવસે, કુલ 8500 કરોડ રુપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા હતા. જેમાં ભારત દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પમ્બન બ્રિજ સહિત તમિલનાડુમાં અન્ય ચાર નેશનલ હાઈવેના પ્રોજેક્ટનાં લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સહિત દેશની નામાંકિત કન્ટ્રક્શન કંપની પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા નિર્માણ પામેલા ફોર લેન નેશનલ હાઈવે તંજાવુર-ચોલાપુરમ હાઈવનું પણ ઉદ્દઘાટન કર્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close