વડાપ્રધાન મોદીએ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પમ્બન રેલ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન, ગુજરાતની રણજિત બિલ્ટકોન કંપનીએ કર્યું નિર્માણ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તમિલનાડુમાં આવેલા રામેશ્વરમ ખાતે, દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ, નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદી રામેશ્વરમ-તાંબરમ એક્સપ્રેસ અને કોસ્ટ ગાર્ડ જહાજના ઉદ્ઘાટન સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપીને નવા પંબન બ્રિજ અને તેના વર્ટિકલ લિફ્ટ સ્પાનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે દેશનો આ પ્રકારનો બ્રિજ પ્રથમ છે.
નોંધનીય છે કે, નવો નિર્માણ પામેલા પંબન બ્રિજ 110 વર્ષ જૂના માળખાનું સ્થાન લેશે જે એક સમયે રામેશ્વરમને ભારતીય મુખ્ય ભૂમિ સાથે જોડતું હતું. બીજી અહીં મહત્વની વાત એ છે કે, આ બ્રિજનું નિર્માણકાર્ય ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની રણજિત બિલ્ટકોન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. જે ગુજરાતના તમામ બ્રિજ અને ઈન્ફ્રા. કંપનીઓ સહિત ગુજરાતનું ગૌરવ છે.

આ પુલ ₹700 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે”. તેની લંબાઈ 2.08 કિમી છે અને ભવિષ્યની માંગણીઓને પૂર્ણ કરવા માટે તેને બેવડા રેલ ટ્રેક માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. ભારતનો પહેલો દરિયાઈ પુલ, પંબન પુલ, તેના સમયનો એક એન્જિનિયરિંગ અજાયબી હતો. સમુદ્ર સપાટીથી ૧૨.૫ મીટરની ઊંચાઈએ ઊભો, તે ૧૪૫ થાંભલાઓ પર ફેલાયેલો હતો અને તેમાં ડબલ-લીફ બેસ્ક્યુલ સ્પાન-એક શેર્ઝર રોલિંગ લિફ્ટ બ્રિજ હતો જે જહાજો પસાર થવા માટે ખુલ્લો મૂકતો હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.