GovernmentInfrastructureNEWS
સ્પેશિયલ સેક્રેટરી પી. આર. પટેલિયાની રોડ અને બિલ્ડિંગ વિભાગમાં સેક્રેટરી તરીકે નિમણૂંક

ગુજરાત સરકારે રોડ અને બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટના સ્પેશિયલ સેક્રેટરી પી. આર. પટેલિયાને રોડ અને બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી તરીકે નિમણૂંક કરી છે. ઉલ્લેખનીય છે કે, પટેલિયા, પૂર્વ સેક્રેટરી એ.કે. પટેલના સ્થાને સેક્રેટરી તરીકે પદભાર સંભાળશે. ગુજરાત સરકારનો મહત્વ વિભાગ રોડ અને બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટ ખૂબ મહત્વનો વિભાગ છે, જે હવે પટેલિયા સંભાળશે. પી. આર. પટેલિયા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં પણ ખૂબ જ મહત્વના પદો પર ફરજ બજાવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, પટેલિયા ચીફ એન્જિનીયર(નેશનલ હાઈવે) અને રોડ અને બિલ્ડિંગ વિભાગના એડિશનલ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.