વડાપ્રધાન મોદીના માદરે વતન વડનગરમાં, નિર્માણ પામશે ગ્રીનફિલ્ડ એરપોર્ટ, જમીન સંપાદિતનું કામ થશે શરુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર અને દ્વારકા સહિત ગુજરાતના અન્ય 9 અલગ અલગ સ્થળો પર કુલ 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ કરવામાં આવી રહ્યા છે તેવું રાજ્ય સરકારના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 11 અલગ અલગ શહેરોમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ કરવાનો પ્રપોઝલ તો, 2023માં મૂકવામાં આવ્યો હતો. જે અનુસંધાને, હાલ રાજ્ય સરકાર સક્રિય રીતે એરપોર્ટ નિર્માણ અંગે કામ કરી રહી છે.
ઉત્તર ગુજરાતમાં હાલ ધરોઈ ડેમ પ્રોજેક્ટ, અંબાજી મંદિર કોરિડોર, વડનગર પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે જોતાં, હાલ ઉત્તર ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરની બોલબાલા વર્લ્ડ હેરિટેજ અને પ્રાચીન નગર તરીકે વિશ્વભરમાં ફેલાઈ રહી છે તે જોતાં, દેશ સહિત વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે, વડનગરમાં એરપોર્ટ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય સ્થળ જેવાં કે, દ્વારકા, અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, રાજુલા, દાહોદ, ધોળાવીરા અને પાલિતણામાં એરપોર્ટ નિર્માણ કરવા રાજ્ય સરકાર ગતિશીલ છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ વડનગરમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ કરવા માટે જમીન સંપાદિત કરવા માટેનું ટૂક સમયમાં શરુ કરી દેશે. આ તમામ એરપોર્ટના નિર્માણ માટે અંદાજે 300 કરોડ રુપિયા રાજ્ય સરકાર બજેટ 2025-26 માં ફાળવશે. ઉલ્લેખનીય છે કે, હાલ વડનગરમાં મ્યુઝિયમનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેનું નિર્માણકાર્ય, ગુજરાત સહિત દેશની કંસ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અંદાજે માર્ચ-2025માં આ મ્યુઝિયમનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્થે થશે તેવી સંભાવના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.