NEWS

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી, નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ, તેમને કરેલા કાર્યોની કરો ઝાંખી.

આજે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો 74 મો જન્મ દિવસ છે. આજે નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસની ઉજવણી, ઓડિશા રાજ્યમાં સુભદ્રા યોજનાને ખુલ્લી મૂકીને કરી રહ્યા છે. તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાની રાજધાની ભુનેશ્વર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 26 લાખ મકાનોની ચાવી સુપરત કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં  17 સપ્ટેમ્બર, 1950માં થયો હતો. નરેન્દ્ર મોદીએ, 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા. ત્યારબાદ, 2014માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા, જે વર્તમાન પણ ત્રીજી વાર વડાપ્રધાન તરીકે પદ શોભાવી રહ્યા છે. ત્યારે અહીં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તેમના શાસનકાળ દરમિયાન, ગુજરાત સહિત દેશભરમાં કરેલા મહત્વના વિકાસ કાર્યો અને નિર્ણયોની કરીએ ઝાંખી.

ગુજરાત વિધાનસભા ભવનનું નવીનીકરણ

માં નર્મદા નદીની તટે વિશ્વનું સૌથી મોટું લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનીવિરાટ પ્રતિમાનું નિર્માણ

ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમને નવી ઊંચાઈ આપી.

ગુજરાતના 18 હજાર કરતાં ગામડાંના ઘરે ઘરે પહોચાડી વીજળી અને પાણી.

ગુજરાતના કચ્છમાં વૈશ્વિસ સ્તરીય ટુરિઝમને આકર્ષવા માટે સફેદ રણનો સર્જન વિચાર.

ધોલેરા સરનો વિકાસ, મેટ્રોરેલ, બુલેટ ટ્રેન, હાઈવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ

બહેચરાજી અને સાણંદમાં ટાટા નેના સહિત મારુતિ કારનું ઉત્પાદનનું કરાવ્યું

દેશભરમાં મહત્વ અને અતિ કઠિન નિર્ણય અને વિકાસના કામો.

  1. કોરોના કાળમાં ભારતને મજબૂત રીતે ટકાવ્યું.
  2. 370ની કલમ હટાવી
  3. નવા સંસદભવનનું અદ્દભૂત નિર્માણ
  4. શાહીદોના માનમાં શહીદ સ્મારકનું નિર્માણ
  5. વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજનું નિર્માણ
  6. મુંબઈ ખાતે દરિયાઈ વિશ્વના ત્રીજા ક્રમાંકે આવતો સી લિંક બ્રિજનું નિર્માણ
  7. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું નિર્માણ
  8. સ્પેસમાં સફળતા મેળવી

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close