અમદાવાદની સાબરમતી નદી પર, રાજ્યમાં પ્રથમ એર ફિલ્ડ રબર ટાઈપ બેરેજ-કમ-બ્રિજનું નિર્માણ પૂરજોશમાં
અમદાવાદમાં સાબરમતી નદી પર ગુજરાત રાજ્યમાં પ્રથમ એર ફિલ્ડ રબર ટાઈપ બેરેજ(Air Filled Rubber Barrage) નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં બ્રિજ નિર્માણનું કામ કરનાર રાજકમલ બિલ્ડર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના પ્રોજેક્ટ અંતર્ગત અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે છ લેનનો એર ફિલ્ડ રબર ટાઈપ બેરેજ કમ બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે.
નિર્માણ પામનાર બેરેજ કમ બ્રિજ પૈકી રબર બેરેજનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમ આધારિત હોવાથી, તેને ડીફલેક્ટ કરવાથી નદીના વહેતા પૂરને અવરોધરુપ ન થાય અને તેને અનુરુપ ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમ બની જશે.
આ બ્રિજ નિર્માણ થવાથી, પશ્વિમે ટોરેન્ટ પાવર સ્ટેશનથી પૂર્વે કેમ્પ સદર બજાર(એરપોર્ટ)ના બંને રસ્તાઓને જોડતો બ્રીજ બનાવવાથી શહેરના પશ્વિમ વિસ્તારો જેવા કે, ચાંદખેડા, સાબરમતી, મોટેરા અને પૂર્વના હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવિટી મળશે. પરિણામે, ટ્રાફિક સમસ્યા દૂર થશે અને વાહનચાલકોને હાસકારો થશે.
ઉલ્લેખનીય છે કે, 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાની પ્રબળ સંભાવનાને પગલે ભારત સરકાર અને ગુજરાત સરકાર ખૂબ સક્રિય બન્યું છે. જેથી, હાલ અમદાવાદ નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટસ્ સંકુલનું નિર્માણ પૂર્ણતાને આરે છે. તો, સાબરમતી નદી પર આઈકોનિક બ્રિજો નિર્માણ પામી રહ્યા છે. આ સાથે અમદાવાદને ટ્રાફિક મુક્ત કરવા અલગ અલગ વિસ્તારોમાં ફ્લાય ઓવર, અંડર પાસ અને અન્ય બ્રિજો નિર્માણ પામી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.