પહેલા વરસાદમાં શેલા વિસ્તારમાં રોડ પર ગટરો ઊભરાઈ, સ્થાનિક રહીશોમાં રોષની લાગણી
સામાન્ય રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અમદાવાદ શહેરની અંદર અને ઔડા વિસ્તારમાં મૂળભૂત સુવિદ્યાઓ અને શહેરી વિકાસ કરવામાં આવતો હોય છે. આધુનિક અમદાવાદના મહત્વના ગણાતા બોપલ, ઘુમા અને શેલામાં ઔડા દ્વારા મૂળભૂત સુવિદ્યાઓનું નિર્માણ તો કરવામાં આવ્યું છે. પરંતુ, હજુ તો પહેલા વરસાદમાં જ મૂળભૂત સુવિદ્યાઓમાં ભંગાડ પડે તે, તંત્રની બેદરકારી કહી શકાય.
તમે અહીં દર્શાવવામાં આવેલો વિડીયોમાં જોઈ શકો છો કે, શેલા વિસ્તારની કેવી સ્થિતિ છે. આવનારા દિવસોમાં અમદાવાદ શહેર ઓલિમ્પિક ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રકારની મૂળભૂત સુવિદ્યાઓ તંત્ર સામે સવાલો ઊભા કરે છે.
સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ઔડા દ્વારા સુવિદ્યાઓ આપવામાં આવી છે પરંતુ, તેની ગુણવત્તામાં કંઈકને કંઈ તંત્રની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં સ્થાનિકો રહીશો જણાવી રહ્યા છે કે, અમદાવાદના શેલા વિસ્તારમાં ગટર લાઈનની અવ્યવસ્થાને કારણે રોડ પર ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અનેક લેખિત, મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતાં નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.