વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ

વૈશ્વિક માનવ અને વિશ્વભરમાં શાશ્વત છે તેવા પૂજ્ય બાપુની કર્મભૂમિ અમદાવાદ સાબરમતી આશ્રમને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્યો હતો. રુપિયા 1200 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કુલ 5 એકર જમીન વિસ્તરેલો છે, પરંતુ, તેનું નિર્માણકાર્ય 55 એકરમાં થશે.આ પ્રોજેક્ટના નિર્માણની સાથે જ આશ્રમ રોડ કાયમી માટે બંધ થઈ જશે.અને તેનો વિકલ્પ રોડ બનાવવામાં આવશે.

55 એકર વિસ્તારમાં આવેલા સાબરમતી આશ્રમ રુપિયા 1200 કરોડના ખર્ચે પુન:નિર્માણ થવા જઈ રહ્યું છે. આવનારી પેઢીઓને અને સમગ્ર વિશ્વને આ આશ્રમ પૂજ્ય બાપુના જીવન અને જીવન મૂલ્યોથી પ્રેરિત કરતો રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા મળનારી આર્થિક સહાયથી આ આશ્રમનું રિડેવલપમેન્ટ થશે.

મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ સૌપ્રથમ આ આશ્રમની સ્થાપના કરી હતી. આજના આ ઐતિહાસિક દિવસ પર પૂજ્ય બાપુને અને સૌ સત્યાગ્રહીઓના ચરણોમાં વડાપ્રધાન મોદી સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.