વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રેલવેના 85,000કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રેલ્વે પ્રોજેક્ટ્સ અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં કુલ 10 વંદે ભારત ટ્રેન સહિત વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ્સ, ઈલેક્ટ્રોનિક ઈન્ટર લોકિંગ, ઓટોમેટિક સિગ્નલીંગ સિસ્ટમ, ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ જેવા વિવિધ પ્રકલ્પોને લોકાર્પણ કર્યા છે.
રેલવે પ્રોજેક્ટ્સ અંતર્ગત, અમદાવાદ અને મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના શુભારંભ કરાયો હતો. આ ઉપરાંત અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી કાર્યરત કરવામાં આવી છે. આજના આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી દેશના કુલ 700 જિલ્લામાં એક લાખથી વધુ લોકો જોડાયા હતા. રેલવેના ઈતિહાસમાં એક જ દિવસમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં વિકાસ કામોનો પ્રારંભ થયો હોય તેવો આ સંભવત: પ્રથમ અવસર બન્યો છે.
અમૃતકાળમાં વિકસિત ભારતના વિઝન સાથે થઈ રહેલા રેલવેની કાયાકલ્પના પ્રતિક સમાન આજનો આ કાર્યક્રમ બન્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના અંદાજે 650 કિ.મીથી વધુના પટ્ટાનું લોકાર્પણ તેમજ અમદાવાદમાં તેના ઓપરેશન કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ કોરિડોર પર માલગાડીની સ્પીડ બમણાથી વધારે થઈ ગઈ છે.માલ-સામાનના ઝડપી પરિવહન થકી અર્થતંત્રને વેગ આપવામાં આ ફ્રેઈટ કોરિડોરની ખૂબ મોટી ભૂમિકા રહેશે.
આ ઉપરાંત, મોદીએ ગુજરાતમાં દહેજમાં 20,000 કરોડના ખર્ચે બનનારા પેટ્રોકેમિકલ પરિસરનો શિલાન્યાસ કરાવ્યો હતો. હાઈડ્રોજન ઉત્પાદનની સાથો સાથ દેશમાં પોલિપ્રોપેલીનની ડિમાન્ડને પહોંચી વળવામાં આ પ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.