GovernmentInfrastructureNEWSPROJECTS

લખનૌ એરપોર્ટ ટર્મિનલમાં અમદાવાદની Yashvi Garden Mallએ Vertical Garden ડેવલપ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 માર્ચે આઝામગઢથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, લખનૌમાં નિર્માણ પામેલું નવું એરપોર્ટ ટર્મિનલના ઉદ્દઘાટન કર્યું હતું. અહીં મહત્વની વાત એ છે કે, લખનૌ એરપોર્ટ ટર્મિનલમાં વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે, તે અમદાવાદની યશ્વી ગાર્ડન મોલ કંપનીએ કર્યુ છે, જે ગુજરાત માટે એક ગર્વની વાત છે. યશ્વી ગાર્ડન મોલના ડાયરેક્ટ ચિરાગ પટેલના જણાવ્યાનુસાર, લખનૌ એરપોર્ટમાં નિર્માણ પામેલા નવા ટર્મિનલમાં વર્ટિકલ ગાર્ડનનું ડીઝાઈન કરવા માટે અમારી કંપનીએ રાત-દિવસ કામ કર્યુ છે, અને તેની સાથે વર્ટિકલ ગાર્ડન આર્યન કે સ્ટીલના ફેબ્રિકેશનની ડીઝાઈન સાથે નિર્માણ કરવો એ ખરેખર પડકારરુપ હતો. પરંતુ, અમારી કંપનીના માણસોની આગવી સૂઝ અને કુશળતાથી અમે સમયમર્યાદામાં લખનૌ એરપોર્ટ ટર્મિનલમાં વર્ટિકલ ગાર્ડનનું કામ સફળતાપૂર્વક કર્યુ છે, જેનો મને અમારી કંપનીના તમામ કર્મચારીઓને ગર્વ છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝામગઢથી ઘણા રાજ્યોમાં લગભગ 34 હજાર કરોડ રુપિયાના પ્રોજેક્ટ્સ નું ઉદ્ધઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. જેમાં લખનૌ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્દઘાટન વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ ઉપરાંત, શ્રાવસ્તી, મુરાદાબાદ, ચિત્રકૂટ અલીગઢ, જબલપુર, ગ્વાલિયર, લખનૌ, પૂણે, કોલ્હાપુર, દિલ્હી અને આદમપુર સહિતના ઘણા એરપોર્ટ પર નવી ટર્મિનલ ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આ ટર્મિનલ્સ માટે કેટલી ઝડપથી કામગીરી થઈ છે તેનું એક ઉદાહરણ ગ્વાલિયરનું વિજયા રાજે સિંધિયા એરપોર્ટ છે. આ એરપોર્ટ માત્ર 16 મહિનાના સમયગાળામાં પૂર્ણ થયું છે.

આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, એરપોર્ટ, હાઈવે અને રેલ્વેને લગતી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે અહીં શિક્ષણ, પાણી અને પર્યાવરણને લગતા વિકાસ કાર્યોને પણ નવી ગતિ મળી છે. હું આ વિકાસ પ્રોજેક્ટ્સ માટે ઉત્તર પ્રદેશ અને દેશના તમામ રાજ્યોના લોકોને અભિનંદન આપું છું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close