વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કલક્તાની હુબલી નદીમાં દેશની પ્રથમ અંડર વૉટર મેટ્રો રેલનું કર્યું ઉદ્દઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્વિમ બંગાળની હુબલી નદીની અંદર દેશની પ્રથમ અંડર વૉટર મેટ્રો રેલ ટનલ રુટનું ઉદ્દઘાટન કર્યું છે. વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા 8475 કરોડ રુપિયાનો અંડર વૉટર મેટ્રો રેલ ટનલ રુટને લીલી ઝંડી આપી હતી. સાથે સાથે અન્ય 15,400 કરોડના પ્રોજેક્ટોનો પણ શિલાન્યાસ કર્યો હતો.
કલક્તાની હુબલી નદીમાં 33 મીટર અંદર નિર્માણ પામેલા દેશની પ્રથમ મેટ્રો રેલ ટનલની ખાસિયાતો.
- હુબલી નદીની સપાટીથી 33 મીટર નીચે નિર્માણ કરવામાં આવેલી સુરંગ, સિવીલ એન્જીનીયરીંગ માર્વેલનું એક ઉત્તમ ઉદાહરણ છે.
- સુરંગની લંબાઈ 16.5 કિલોમીટર છે.
- અંડર વૉટર સુરંગની લંબાઈ 10.8 કિલોમીટર છે, બાકીના 5.75 કિલોમીટર જમીન પર છે.
- ટનલ રુ. 8,475 કરોડમાં નિર્માણ પામી છે.
- કલક્તા મેટ્રો રેલની આ સુરંગ લાઈન, હાવડા અને સિયાલદહ રેલ્વે સ્ટેશનોને જોડે છે.
- સુરંગમાં પાણીનો પ્રવાહ રોકવા અનેક સુરક્ષિત ઉપાયો કરાયા છે. જેમાં ફ્લાયસ અને માઈક્રો સિલિકામાંથી બનેલી કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
2009માં શરુ કરાયેલા આ સુરંગના કામના પૂર્ણતાની સમયમર્યાદા 2015 હતી પણ કેટલાક કારણોસર તે શક્ય ના બન્યું પરિણામે, સમયમર્યાદા વધતા સુરંગના કન્સ્ટ્રક્શન કોસ્ટમાં વધારો થયો.
નોંધનીય છે કે, પશ્વિમ બંગાળની રાજધાની કલક્તાની મેટ્રોરેલ દેશનો પ્રથમ મેટ્રોરેલ છે. જે 1984 માં શરુ થઈ હતી. ત્યારબાદ દેશની રાજધાની નવી દિલ્હીમાં 2002 માં મેટ્રોરેલ શરુ થઈ છે. તેના બાદ અન્ય રાજ્યોમાં શરુ થઈ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.