આજે રાજધાની નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ લોકસભા ઈલેક્શન-2024 માટે ભાજપાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય કૃષિ મંત્રી રુપાલા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત કેટલાક મંત્રીઓ સહિત અન્યના નામ જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં ગુજરાતની કુલ 26 લોકસભા બેઠક પૈકી 15 બેઠક માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતની 15 બેઠક સહિત અન્ય રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
કચ્છ- વિનોદભાઈ ચાવડા
બનાસકાંઠા- રેખાબેન ચૌધરી
પાટણ- ભરતસિંહ ડાભી
ગાંધીનગર- અમિત શાહ
અમદાવાદ પશ્ચિમ- દિનેશ મકવાણા
રાજકોટ પુરષોતમ રૂપાલા
પોરબંદર- મનસુખ માંડવિયા
જામનગર- પૂનમબેન માડમ
આણંદ- મિતેષ પટેલ
ખેડા- દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ- રાજપાલસિંહ જાદવ
દાહોદ- જસવંત સિંહ ભાભોર
ભરૂચ- મનસુખ વસાવા
નવસારી- સી આર પાટીલ
બારડોલી- પ્રભુ વસાવા
ટીમ બિલ્ટ ઈન્ડિયા.