કેન્દ્રીય કેબિનેટમાં, આજે સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટની યોજનાની અરજીઓને મંજૂરી, ધોલેરા બનશે ઈવી વ્હીકલ હબ
ગુજરાતના સાણંદ દેશનું સૌથી મોટું ઓટોહબ બન્યા બાદ, હવે ધોલેરા પણ ઈવી વ્હીકલ અને તેના પાટર્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ બનવા જઈ રહ્યું છે. આજની કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ટાટાએ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ઈવી વ્હીકલ, સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટ સહિત અન્ય બિઝનેસો અંગે કેન્દ્ર સરકાર સામે દરખાસ્તો મૂકી હતી. જેમાં કેન્દ્ર સરકારે ટાટા જૂથને ગુજરાતના ધોલેરામાં 80,000 કરોડનો સેમિકન્ડક્ટર ફેબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સહિત ઈવી વ્હીકલ, બેટરી સહિત અન્ય બિઝનેસો માટે મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા સ્થાપિત કરવાને મંજૂરી, આસામમાં ટાટાનો પેકેજિંગ પ્લાન્ટ લગાવવા માટે મંજૂરી આપી છે. આ રીતે ટાટા ગ્રુપ ભારતના સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમને વૈવિધ્યીકરણ અને મજબૂત કરવા માટે આશરે $100 મિલિયન ઈન્જેક્ટ કરવાની યોજના ધરાવે છે.
મીડીયાના સૂત્રોના આધારે, આજે રાજધાની નવી દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ટાટા ગ્રુપ દ્વારા ગુજરાતના ધોલેરામાં બનનાર સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટ અંગેની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. સેમિકન્ડક્ટર ફેબ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની તૈયારીઓ પણ ધોલેરામાં શરુ થઈ ગઈ છે. આજે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને ધોલેરા સરમાં ટાટા સેમિકન્ડક્ટક્ટર પ્લાન્ટની રચના અંગે મુલાકાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ટાટાના ચેરમેન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ગુજરાતના ધોલેરામાં સેમિકન્ટક્ટર અને ઈવી વ્હીકલના મેન્યુફેક્ચરીંગ માટે મોટું રોકાણ કરશે તેવી જાહેરાત કરી હતી. ફેબ્રુઆરીમાં, ટાટા ગ્રૂપના વડા રતન ટાટા દ્વારા વૈવિધ્યસભર સમૂહની પ્રગતિ અને કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યા બાદ ટાટા સન્સ દ્વારા ચંદ્રાને પાંચ વર્ષની બીજી મુદત માટે ચેરમેન તરીકે ચાલુ રાખવા માટે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય-મીડિયા અહેવાલો.