આજે દુબઈમાં વડાપ્રધાન મોદી ભગવાન સ્વામી નારાયણ મંદિરનું કરશે ઉદ્દઘાટન,18 તારીખે મંદિર દર્શન માટે મૂકાશે ખુલ્લૂં
દુબઈના આબુ મુરૈખાહ ખાતે 27 એકર જમીન પર પથરાયેલું ભગવાન સ્વામી નારાયણનું દિવ્ય અને ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ધઘાટન આજે બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામીના આર્શીવાદ દ્વારા વૈદિક વિધી અંતર્ગત યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન ઝાયદ અલ નાહયાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય દુબઈની મુલાકાતે છે. તે દરમિયાન દુબઈના રાજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.
BAPS સંસ્થાના જણાવ્યાનુસાર, ફેબ્રઆરીના રોજ ભારતીય હરિભક્તો મંદિરના ઉદ્દઘાટન મહોત્સવમાં જોડાઈ શકશે અને પરમ પૂજ્ય મહંત સ્વામીના ગરિમાયી ઉપસ્થિતિમાં મંદિરના દર્શનનો લાભ લઈ શકશે. નોંધનીય છે કે, જે હરિભક્તો દુબઈ હિન્દુ મંદિર ઉદ્દઘાટનમાં જોડાવવું હોય તે તમામ પહેલાથી રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે. તમામ હરિભક્તો માટે 18 ફ્રેબુઆરીના રોજ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. દુબઈમાં આકાર પામેલા દિવ્ય અને ભવ્ય સ્વામી નારાયણ ભગવાનનું હિન્દુ મંદિરનું સમગ્ર નિર્માણ બીએપીએસ સંસ્થાના પૂજ્ય સંત આંતરરાષ્ટ્રીય રિલેશનશીપના હેડ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના વડપણ હેઠળ થયું છે. 14 થી 17 ફેબ્રુઆરી સુધી ઈવેન્ટ અને વૈદિક વિધી માટે માત્ર આમંત્રિત અને નોંધણી કરાવેલા મહેમાનો માટે છે.
ઉલ્લેખનીય છે કે, 2015માં યુએઈ સરકારે આબુ દાબીમાં હિન્દુ મંદિર નિર્માણ કરવા માટે જમીન ફાળવી હતી. આ જમીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએઈ મુલાકાત દરમિયાન યુએઈના પ્રેસિડેન્ટ શેખ મહમ્મદ બીન જાયદ અલ નાહયાનને દાન કરી હતી અને તે દરમિયાન,18 ફેબ્રુઆરીના રોજ મંદિર નિર્માણનું ખાતમુર્હૂત કર્યુ હતું. બીએપીએસ સંસ્થાના પૂજ્ય સંત બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યાનુસાર, દુબઈ સ્થિત મંદિરનું નિર્માણ ગુલાબી પથ્થરો દ્વારા કરવામાં આવ્યું છે. જેથી તેના સ્ટ્રક્ચરલનું આયુષ્ય એક હજાર વર્ષનું છે. તેમજ 300 હાઈ ટેક્ સેન્સર લગાવવામાં આવ્યા છે જેનાથી, મંદિર માટે મહત્વના ડેટા ઉપલબ્ધ કરાવાશે, જેમાં દબાણ, ધરતીકંપનો અંદાજ, તાપમાન સહિત અનેક પ્રકારના સૂચનો પહેલાંથી મળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.