GovernmentNEWS

અમદાવાદના સિંધુભવન પાસે 35 હજાર વૃક્ષો સાથે ઓક્સિજન પાર્ક નિર્માંણ પામશે.

Oxygen park to be build at Sindhubhavan Road in Ahmedabad.

અમદાવાદના સૌથી પોશ વિસ્તાર સિંધુભવન મેઈન રોડ પર અનોખો ઓક્સિજન પાર્ક નિર્માંણ પામવા જઈ રહ્યો છે. સરકાર અને અમદાવાદ કોર્પોરેશનની સંયુક્ત જગ્યા પર શહેરમાં આ પ્રકારનો બીજો પ્રોજેક્ટ છે.  આશરે 27000 ચોરસ મીટર જગ્યા પર 30થી 35 હજાર વૃક્ષો લગાવવામાં આવશે. એક મહિના પહેલાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્લોટ પર વૃક્ષારોપણ કર્યું હતું. પાકર્સ એન્ડ ગાર્ડન્સ વિભાગના ડાયરેક્ટર જીગ્લેશ પટેલે જણાવ્યું હતું કે, પાર્કમાં લુપ્ત થતાં ઢીલામો, રુખડો, વગેરે જાતિનાં વૃક્ષો વવાશે. જ્યારે વધુ ઓક્સિજન આપતા વડ, પીપળો, સહિત લાંબું આયુષ્ય ધરાવતા ખાટી આમલી, લીમડો વગેરે વૃક્ષો પણ અહીં વાવવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close