હાલના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને R & B Dept. માં પરત લાવવાની સંભાવના

ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને ફરી ગુજરાત સરકારના મહત્વના રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટમાં પાછા ફરે તેવી સંભાવના સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, 2023માં મધ્યમાં એસ.બી. વસાવાને રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટના સચિવ પદેથી ટ્રાન્સફર કરીને, ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર તરીકે નિમણૂંક આપી હતી. પરંતુ, સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના કામના પ્રદર્શનથી રાજ્ય સરકારને સંતોષ નથી જેથી, ફરીથી રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટને ધમધમતું કરવા માટે ડાયનેમિક આઈએસએસ એસ. બી. વસાવાને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના સેક્રેટરી તરીકે પરત લાવે તેવી સનદી અધિકારીઓના બેડામાં ચર્ચા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના સમાપન પછી મોટીસંખ્યામાં સનદી અધિકારીઓની બદલી અને બઢતીમાં ફેરફાર કરવામાં આવશે તેવું સરકારના વર્તુળો ચર્ચા ચાલી રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



