GovernmentNEWS

વાયબ્રન્ટ ગુજરાત-2024 માટે અત્યાર સુધીમાં 1.35 લાખ કરોડના સંભવિત રોકાણ માટે 100 MOU સાઈન થયા

ગુજરાત સરકારે જણાવ્યું છે કે, વાયબ્રન્ટ ગુજરાત-2024 અંતર્ગત 1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે 23 એમઓયુ સાઈન થયા છે. જે 70 હજાર રોજગારીની તકો ઊભી કરશે. વાયબ્રન્ટ ગુજરાત 2024 ના ભાગરુપે, દર અઠવાડિયે 13 અલગ અલગ પ્રસંગોમાં કુલ 35000 કરોડના સંભવિત રોકાણ માટે 77 એમઓયુ પર હસ્તાંક્ષર કરવામાં આવ્યા છે, ત્યારે 13 ડિસેમ્બરે એમઓયુ સાઈન કરવાની શ્રેણીનો 14મો દિવસ હતો. જેમાં 1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે 23 એમઓયુ સાઈન થયા છે. આ રીતે અત્યારે સુધીમાં કુલ 1.35 લાખ કરોડના સંભવિત રોકાણ માટે 100 એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે.

હસ્તાક્ષર કરાયેલા એમઓયુમાં પોર્ટ, પાવર, મિનરલ્સ, એન્જિનિયરિંગ, ઓટો, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ટેક્સટાઈલ, એપેરલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એજ્યુકેશન, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણ માટેના એમઓયુનો સમાવેશ થાય છે.

સરકારના જણાવ્યાનુસાર, આજે જે ઔદ્યોગિક એકમો માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે 2025- 2030 સુધીના સમયગાળા દરમિયાન અમરેલી, વલસાડ, હજીરા, દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણા જિલ્લાઓમાં કાર્યરત રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close