GovtInfrastructureNEWSPROJECTS

ગુજરાત બનશે દેશમાં સૌથી લાંબો રિવરફ્રન્ટ ધરાવતું રાજ્ય, કુલ રિવરફ્રન્ટની લંબાઈ હશે 38 કિ.મી.

અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ  એ અમદાવાદ શહેરનો લેન્ડમાર્ક છે. અને હવે ગુજરાત દેશનું સૌથી લાંબો રિવરફ્રન્ટ ધરાવતું રાજ્ય બનશે, જે દેશ સહિત દુનિયામાં ગુજરાતનું ગૌરવ વધારે છે. અમદાવાદના ઈન્દિરા બ્રિજથી ગાંધીનગરની નર્મદા કેનાલ વચ્ચે રિવફ્રન્ટ ફેઝ-3 દુબઈનું શોભા ગ્રુપ 1000 કરોડ રુપિયામાં નિર્માણ કરશે. જે અંગે ગુજરાત સરકાર અને દુબઈની શોભા ગ્રુપ વચ્ચે એમઓયુ થયા છે.

ફેઝ-3 ઈન્દિરા બ્રિજથી અને નર્મદા કેનાલ વચ્ચે 4 કિલોમીટરમાં પૂર્વ અને પશ્વિમ બંને સાઈડે બનાવવામાં આવશે. ડિસેમ્બરથી અહીં કામ શરુ કરવાનો અંદાજ છે, જેથી ગ્રાઉન્ડ સેરેમની વાયબ્રન્ટ સમિટમાં યોજાશે.

રિવરફ્રન્ટ ફેઝ-1 હેઠળ પૂર્વ અને પશ્વિમ કાંઠે 11.5 કિલોમીટર, ફેઝ-2 બંને કાંઠે 5.8 કિલોમીટર અને હવે ફેઝ-3 માં 4 કિલોમીટર મળીને કુલ 38.6 કિલોમીટરની લંબાઈ સાથે ગુજરાત દેશમાં સૌથી લાંબો રિવરફ્રન્ટમાં પ્રથમ ક્રમાંકે હશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના સહયોગથી, હાલ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ધોલેરા અને ધરોઈ ડેમમાં વર્તમાનમાં રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવી રહ્યા છે. જે ખરેખર ગુજરાત સરકાર સહિત કેન્દ્ર સરકારનો પ્રવાસન, ઈન્ફ્રા અને યાત્રાધામને વિકસાવવાનો શ્રેષ્ઠ અભિગમ છે. જે આગામી દિવસોમાં આવનારી પેઢી માટે આર્શીરુપ સાબિત થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

One Comment

  1. Pingback: cafe music
Back to top button
Close