‘Shivalik CURV’ ગિફ્ટ સિટીમાં 32 માળનું બનશે‘India’s Twisted Commercial Landmark’
સ્ટેટ કેપિટલ ગાંધીનગર સ્થિત નિર્માણ પામી રહેલી દેશની પ્રથમ સ્માર્ટ અને ટેક્ સિટી ગિફ્ટ સિટી દુનિયાભરમાં જાણીતી બની છે. તેમાં હાલ એન્જીનીયરીંગ માર્વેલ સમા આઈકોનિક અને હાઈરાઈઝ બિલ્ડિંગો ઈન્ટરનેશનલ સ્તરીય બની રહી છે અને વિદેશી રોકાણકારોને આકર્ષિત કરી રહી છે. ગિફ્ટ સિટીમાં અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના અન્ય ડેવલપર્સ ગ્રુપ દ્વારા આઈકોનિક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે. જેમાં ગુજરાતના નામાંકિત શિવાલિક ગ્રુપ ગિફ્ટ સિટીમાં 32 માળનું ‘Shivalik CURV’નામનું India’s Twisted Commercial Landmark નિર્માણ કરવા જઈ રહ્યું છે, જે બિલ્ડિંગની ડીઝાઈન દેશભરના લોકોને આકર્ષિત કરી રહી છે.
ઉલ્લેખનીય છેકે, અમદાવાદના નામાંકિત શિવાલિક ગ્રુપ દ્વારા ગિફ્ટ સિટીમાં કુલ ચાર પ્રોજેક્ટ નિર્માણ પામનાર છે, જે પૈકી એક Drone Shape માં અને બીજો Twisted Shape માં નિર્માણ પામશે. જ્યારે અન્ય બે પ્રોજેક્ટ અંડર પ્રોસેસ છે. શિવાલિક ગ્રુપ માટે એવું કહેવાય છે કે, રિયલ એસ્ટેટ માર્કેટમાં સ્પેસનું સેલ કરવામાં શિવાલિક ગ્રુપના શાહ બધર્સ અવ્વલ નંબરે છે, જે શિવાલિક ગ્રુપ દ્વારા કરવામાં આવતી માર્કેટિંગ વ્યૂહરચનાને આધીન કહી શકાય.
શિવાલિક ગ્રુપના એમડી તરલ શાહના જણાવ્યાનુસાર, ગુજરાતના ગિફ્ટ સિટીમાં સૌપ્રથમ 32 માળની ‘Twisted’ બિલ્ડિંગના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે અને તે 700 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. 32 માળની બિલ્ડિંગ, જેને “કર્વ” નામ આપવામાં આવ્યું છે.“આ બિલ્ડિંગ ગિફ્ટ સિટીનું પ્રથમ Twisted Commercial Landmark હશે. અને ડોમેસ્ટિક ટેરિફ એરિયા (DTA)માં બનેલું હશે. તેમાં અંદાજે 10 લાખ ચો. ફૂટની કોમર્શિયલ સ્પેસ હશે, જ્યાં ગ્રાઉન્ડ લેવલ રિટેલ હશે અને બાકીના 32 માળમાં ઓફિસ સ્પેસ હશે.
“GIFT સિટી દ્વારા પ્લાનને મંજૂરી આપવામાં આવી છે અને અમને બે દિવસ પહેલાં RERAની મંજૂરી મળી છે. અમે આગામી બે મહિનામાં બાંધકામ શરૂ કરીશું.ગિફ્ટ સિટીમાં આ અમારો પહેલો કોમર્શિયલ પ્રોજેક્ટ છે.ઓફિસ સ્પેસ 7,000 પ્રતિ ચોરસ ફૂટમાં ઉપલબ્ધ થશે,”તેવું તરલ શાહે જણાવ્યું છે.
આ બિલ્ડિંગની ડિઝાઈન INI ડિઝાઈન સ્ટુડિયો દ્વારા કરાઈ છે, જેણે દુબઈમાં ગેટવે ટાવર્સ, ગિફ્ટ સિટી ખાતે નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર,સુરત ડાયમંડ બોર્સ અને વારાણસીમાં ગંગા નદી પરના ઘાટના પુનઃવિકાસને પણ ડિઝાઈન સહિત અન્ય પ્રોજેક્ટની ડીઝાઈન કામ કર્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.