GovernmentInfrastructureNEWSPROJECTS

10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ધોલેરા સરનું ભાવિ રહેશે આકર્ષણનું કેન્દ્ર

ધોલેરા સરને ગુજરાત સરકાર દેશની પ્રથમ સ્માર્ટ અને ટે્ક સિટી ગિફ્ટ સિટીની જેમ વિશ્વ સ્તરીય પર લઈ જવા માટે અથાક મહેનત કરી રહી છે. 2024માં પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાનાર 10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ધોલેરા સરમાં હાલ થયેલા ડેવલપમેન્ટ અને તેમાં મૂડીરોકાણ કરાવવા માટે ગુજરાત સરકાર પ્રયાસશીલ છે.

જેમ કે,તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઈમાં વાયબ્રન્ટ ગુજરાતની માર્કટિંગ વિઝીટ દરમિયાન મુખ્યમંત્રીએ ધોલેરા સરના ડેવલપમેન્ટનો ઉલ્લેખ કરીને ધોલેરા સરમાં વધુમાં વધુ મૂડીરોકાણ કરવા માટે સૌ બિઝનેસમેનોને અપીલ કરી હતી.

તો, વિશ્વના દેશો ધોલેરા સરમાં મોટાપાયે મૂડીરોકાણ કરે અને રોજગારી સાથે ગુજરાતનો વિકાસ થાય તે માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના અંતર્ગત ધોલેરા સરના વડા વિજય નહેરાએ, જાપાન પ્રવાસમાં ધોલેરા સરના ડેવલપમેન્ટ અને ધોલેરામાં કરવામાં આવનાર મૂડીરોકાણથી થતા ફાયદાઓ તેમજ કઈ કઈ કંપનીઓ અત્યાર સુધીમાં મૂડીરોકાણ કર્યુ છે તે અંગે 16 ઓક્ટોબરે એક સેમિનારમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. ધોલેરા સરના વડા વિજય નહેરાએ પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને ધોલેરા સરના વિકાસની વાત કરી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ધોલેરા સરનો ડેવલપમેન્ટ ગિફ્ટ સિટીની થીમ બેઝ કરવામાં આવી રહ્યો છે. જેથી, આવનારા સમયમાં ધોલેરા સર પણ ગિફ્ટ સિટીની જેમ દેશ સહિત વિશ્વના દેશોમાં મૂડીરોકાણનું કેન્દ્ર બનશે. હાલ ભારત સરકાર ધોલેરા સરને વિશ્વ ફલક પર લઈ જવા માટે ગતિશીલ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close