ગુજરાતની અનંતા પ્રોકોને રાજસ્થાનમાં‘H Shape’માં ROBનું નિર્માણ કર્યુ,આવતીકાલે લોકાર્પણ થશે.
રાજસ્થાનના જોધપુરમાંથી પ્રસાર થતો જયપુર-જોધપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ‘H Shape’ આકારિત આરટીઓ રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેનું નિર્માણ ગુજરાતના અમદાવાદની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની અનંતા પ્રોકોન પ્રાઈવેટ લિમિટેડે કર્યુ છે. અનંતા પ્રોકોન પ્રાઈવેટ લિમિટેડ રેલ્વે ઓવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ કરવામાં ગુજરાત,રાજસ્થાન,મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં અગ્રેસર છે.
આરટીઓ રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ આવતીકાલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા કરવામાં આવશે તેવી સંભાવના છે. નોંધનીય છે કે, 75 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા આરટીઓ રેલ્વે ઓવર બ્રિજ નિર્માણ થવાની સાથે જ જયપુર-જોધપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રેલ્વે ક્રોસિંગ દરમિયાન રોડની બંને બાજુ પર થતા ટ્રાફિક જામ ઉકેલ આવી ગયો છે અને ટ્રાફિક સુચારુ બનશે અને લોકોના સમયની સાથે ઈંધણનો પણ બચાવ થશે, તે સાથે દેશના વિકાસમાં સહયોગરુપ બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.