બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, કુલ 24 રિવર બ્રિજ નિર્માણ પામી રહ્યા છે,વલસાડમાં ઔસંગ નદી પરનો બ્રિજનું નિર્માણ પૂર્ણ.
ધ નેશનલ હાઈવે સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે, ગુજરાતના વલસાડ જિલ્લામાં ઔસંગ નદી પરનો બુલેટ ટ્રેન બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
નોંધનીય છે કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત આ 15 મો નદીના પરનો બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પર, પૂર્ણા, મિંધોલા અને અંબિકા નદીઓ પર બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. મહત્વનું છે કે, અમદાવાદથી મુંબઈ સુધીનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 24 નદી બ્રિજ આવે છે જેમાં 20 રિવર બ્રિજ ગુજરાતમાં આવે છે અને બાકીના 4 રિવર બ્રિજ મહારાષ્ટ્રમાં પડે છે. હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રિવર બ્રિજ પૈકી સૌથી લાંબા બે રિવર બ્રિજ બની રહ્યા છે. જેમાં એક ગુજરાતની નર્મદા નદી પર 1.2 કિલોમીટરની લંબાઈ ધરાવે છે જ્યારે બીજો રિવર બ્રિજ વૈતારણા નદી પર બની રહ્યો છે જેની લંબાઈ 2.28 કિલોમીટર છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
2 Comments